ગુજરાતી જેલોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ગઈકાલ રાતથી જ હાથ ધરાયું છે. આ સર્ચ ઓપરેશનમાં તમામ ગતિવિધીઓ પર નજર રાખવામાં આવી રહી છે. તાજેતરમાં જ હર્ષ સંઘવીએ સાબરમતી જેલની મુલાકાત લીધી હતી ત્યાર બાદ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ગુજરાતની 17 જેલોમાં ગઈકાલ રાતથી પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેલોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેલમાં દરોડા પાડવા ગયેલા અધિકારીઓ શરીર લાગેલા કેમેરાના આધારે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.
આ દરમિયાન કેદીઓની બેરેકમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. તેનો હેતુ જેલમાં ચાલી રહેલી ગેરકાયદેસર ગતિવિધિઓને શોધવાનો છે. થોડા સમય પહેલા હર્ષ સંઘવીએ સાબરમતી જેલની મુલાકાત લીધી હતી પરંતુ ખુદ સંઘવીની નિગરાનીમાં કંટ્રોલરૂમ દેખરેખ રખાઈ રહી છે.
પોલીસે રાજ્યની 17 જેલોમાં દરોડા પાડ્યા. દરોડા પાછળનો હેતુ જેલમાં ચાલતા ગેરકાયદેસર કામને પ્રકાશમાં લાવવાનો છે. જેલમાં રહેતા કેદીઓને જે વ્યવસ્થા મળી રહી છે એ નિયમો અનુસાર મળે છે કે કેમ તે પણ ચકાસવામાં આવી રહ્યું છે. આજે સવાર સુધી દરોડા ચાલું રખાયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ લાઈવ ફીડ પર જેલનું ચેકીંગ જોયું હતું. અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર, મહેસાણા, ભાવનગર અને બનાસકાઠા સહિતની તમામ જેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાબરમતી સૌથી મોટી જેલ હોવાથી ત્યાં કામગીરીમાં 300 જેટલા પોલીસકર્મીઓ સામેલ છે.