પાટણ તા. 25
પાટણના વિશલવાસણા ગામે ઈજાગ્રસ્ત બનેલા રાષ્ટ્રીય પક્ષી મોરને જીવ દયા પ્રેમીઓના સહકાર થી પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન દ્વારા સમયસરની સારવાર અપાવી નવજીવન બક્ષતા જીવદયા પ્રેમીઓમાં આ જીવદયા ની પ્રવૃત્તિ સરાહનીય બનવા પામી હતી.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ તાલુકા ના વિસલવાસણા ગામે રાષ્ટ્રીય પક્ષી મોરના પગે વાગવાથી ઈજાગ્રસ્ત થયેલ હતો જેની જાણ વિસલવાસણા ગામના જીવદયા પ્રેમીઓ અને સેવાભાવી આગેવાનો પી.બી પટેલ, સુરેશભાઈ પટેલ, કનુભાઈ પટેલ અને આશિષભાઈ પટેલ ને થતાં તેઓએ આ બાબતે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમાર ને જાણ કરતા તેઓ દ્રારા વિસલવાસણા ખાતે પહોચી ઈજાગ્રસ્ત બનેલા રાષ્ટ્રીય પક્ષી મોરને બાલીસણા પશુ દવાખાને લાવી તેની સમયસરસારવાર વેટરનરી ઓફિસર ડો એન.કે દેસાઈ પાસે મોરના પગે સામાન્ય ફેકચર હોઈ તાત્કાલિક સારવાર કરાવી રાષ્ટ્રીય પક્ષી મોરને પીડા મુક્ત બનાવતાં આ જીવદયાની સેવા લોકોમાં સરાહનીય બની હતી.