પાટણ તા. ૬
પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં ઠીકરીયા ગામ ની સીમ માંથી દેશી હાથ બનાવટની બંદુક ના મુદ્દા માલ સાથે બે ઇસમો અને સાંતલપુર ના રાજુસરા ગામની સીમ માંથી દેશી હાથ બનાવટની બંદુક ના મુદ્દા માલ સાથે એક ઇસમ ને પાટણ એસઓજી પોલીસે ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી ત્રણ ઈસમો ને બે દેશી હાથ બનાવટ ની બંદૂક સાથે રૂ. 5 હજાર નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલે આગામી લોકસભા ચુંટણી 2024 અનુસંધાને ગેરકાયદેસર હથિયાર ના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે આર.જી.ઉનાગર પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એકશન પ્લાન બનાવી એસઓજી. ની ટીમ રાધનપુર પોસ્ટે વિસ્તારમા પેટ્રોલીગમા હતી
દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી હકીકત આધારે જાણવા મળેલ કે, મોજે ઠીકરીયા ગામથી લોટીયા ગામ તરફ જતા રસ્તા ઉપર આવેલ હનુમનીયા નામથી ઓળખાતા ખેતરમાં ઠીકરીયા ગામના પ્રહલાદ ભાઇ ગેમરભાઈ ઠાકોર અને જયંતી ભાઇ રાયસંગ ભાઈ ઠાકોર પોતાના ખેતરમાં પોતાની પાસે ગેરકાયદેસર દેશી બંદુક સાથે ફરે છે તેવી બાતમી હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીના કબજા માંથી દેશી હાથ બનાવટીની મજરલોડ બંદુક પકડી પાડી રાધનપુર પો.સ્ટે. ખાતે બન્ને ઈસમ વિરુદ્ધ આર્મ્સ એકટનો ગુનો નોંધાયો હતો ..
જયારે સાંતલપુર બાતમી હકીકત આધારે એક ઇસમ ઇસ્માઇલ ઉર્ફે જુસબ રહે રાજુસરા તા-સાંતલપુર જી પાટણ વાળાઓ ગેરકાયદેશર રીતે રાજુસરા ગામની સીમમા આવેલ બાવળોની ઝાડીમા પોતાની પાસે દેશી બનાવટની બંદુક રાખે છે અને હાલમાં બાવળની ઝાડીમા પોતાની બંદુક લઇ ફરે છે. તેવી હકીકત આધારે રેઇડ કરતાં આરોપીના કબજા માંથી દેશી હાથ બનાવટીની મજરલોડ બંદુક પકડી પાડી સાંતલ પુર પો.સ્ટે. ખાતે ઈસમ વિરુદ્ધ આર્મ્સ એકટ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી