google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના બાલીસણા ની સી.વી.વિદ્યાલય ખાતે બાપ – દીકરીએ બોર્ડની પરીક્ષા સાથે આપી..

Date:

પિતાની પોતાની પુત્રી સાથેની પરીક્ષા જીવન નું યાદગાર સંભારણુ બની રહેશે..

પાટણ તા.28
હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ચાલુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સાથે સાથે એક્સ વિદ્યાર્થીઓ કે નોકરિયાત વર્ગના ઉંમર લાયક લોકો પણ ભાષાકીય વિષયની કે જે તે નાપાસ વિષયની પરીક્ષા આપી રહ્યા છે. તો કેટલાક કેન્દ્રો પર પિતા- પુત્ર કે પુત્રી, સાસુ – વહુની જોડી બોર્ડની પરીક્ષા આપી રહ્યા હોય એવા કિસ્સા પણ નોંધાયા છે.

ત્યારે બાલીસણાના શેઠ સી.વી.વિદ્યાલય કેન્દ્ર પર ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા સાથે આપનાર પિતા પુત્રી માટે આ પરીક્ષા એક યાદગાર સંભારણું બની રહી છે.

પાટણ જિલ્લામાં વર્ષો સુધી મીડિયા સાથે સંકળાયેલા ને હાલમાં પાલનપુર જિલ્લા માહિતી કચેરીમાં માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ નારાયણભાઈ નાયક અને તેમની પુત્રી ઝીલે આજે શેઠ સી.વી.વિધાલય, બાલીસણા કેન્દ્ર ખાતે અનુક્રમે હિન્દી અને સંસ્કૃત વિષયની પરીક્ષા એક સાથે આપી હતી.

પિતા પુત્રીએ એકસાથે સ્કૂલમાં પરીક્ષા આપતાં પુત્રીની અન્ય સહેલીઓ અને શાળા પરિવારને પણ આશ્ચર્ય અને આનંદની લાગણી થઈ હતી. જીજ્ઞેશભાઈએ 1996માં શેઠ સી. વી. વિદ્યાલય બાલીસણા કેન્દ્ર પરથી રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી.

ત્યારબાદ 28 મી માર્ચે 27 વર્ષે ફરી એજ શાળામાં કે જ્યાં ભણ્યા હતા ને બોર્ડની પરીક્ષા આપી હતી.એજ શાળામાં પરીક્ષા આપી જૂની યાદો વાગોળતાં પોતાના સંતાનોની ઉંમરના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપી હર્ષની લાગણી અનુભવી હતી.

પોતાની દીકરી સાથે એક જ વર્ષમાં આટલાં વર્ષે પરીક્ષા આપવાનો આ એક અનોખો અનુભવ રહ્યો એમ જણાવતાં જીજ્ઞેશભાઈએ કહ્યું કે, ઘર પરિવારના અન્ય સભ્યો અને સગા સંબંધીઓએ પણ પિતા પુત્રીમાંથી કોનું પેપર સારું ગયું છે એમ પૂછી મજાક કરી હતી.

પરીક્ષામાં અમારા કલાસરૂમ જુદા હતા અને વિષય પણ જુદા હતા. જોકે પરીક્ષા આપવાની મજા આવી અને પેપર બહુ સરળ હતું અને આ પરીક્ષા જિંદગીભર યાદ રહેશે એમ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ મા સરદાર સરોવર નમૅદા નિગમ સહિત રોડ,રસ્તા અને દબાણો ના પ્રશ્નો રજુ થયા.

જિલ્લા કલેકટર દ્વારા જેતે વિભાગના અધિકારીઓને સુચના આપી પ્રશ્નોનું...

શ્રી અખિલ.હિંદ શ્રીમાળી સોની મહામંડળની કારોબારી બેઠક મળી..

બેઠકમાં કાંકરેજી-વઢીયારી શ્રીમાળી સોની સમાજના પાંચ અગ્રણીઓ બિનહરીફ ચૂંટાયા..પાટણ...

NRLM યોજનાના સંકલનથી સ્વસહાય જૂથની બહેનોએ ગૃહઉદ્યોગની તાલીમ મેળવી.

પાટણ તા. 25 બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણ...

પાટણ જિલ્લા પંચાયત ખાતે બાળ વિકાસ યોજના અંતર્ગત યોજનાકીય સમીક્ષા બેઠક યોજાઇ..

પાટણ તા.૪પાટણ જિલ્લા પંચાયત નાં સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી...