google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શંખેશ્વર તાલુકાના મેમણા ગામે સનાતન હિન્દુ સંત એકતા સંમેલન યોજાયું..

Date:

અત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હિન્દુઓ અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યો છે..

પાટણ તા. 29
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મેમણા ગામ ખાતે બુધવારે સનાતન સંત એકતા સંમેલન યોજાયું હતું.
શક્તિ માતાજી ના મંદિર મેમણા ખાતે સંત શ્રી સચ્ચિદાનંદ બાપુ ના મુખ્ય મહેમાન પદે આયોજિત ભવ્ય સંત સંમેલન મા સંત શ્રી નિજાનંદ સ્વામી ગોતરકા ગાદીપતિ અને સમગ્ર ગુજરાત અને ભારત માંથી સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

પરમ પૂજ્ય ક્રાંતિકારી એવમ્ પદ્મભુષણ એવોર્ડ સન્માનિત સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસ દંતાલીવાળાના આશીર્વાદ અને પ્રેરણાથી આયોજિત આ ‘સનાતન હિન્દુ સંત એકતા સંમેલન” મા ઉપસ્થિત સંતો એ ભારત દેશમાં અને પુરા વિશ્વમાં હિન્દુ પ્રજા ઘણી મુશ્કેલી માંથી પસાર થઈ રહી હોવાનું જણાવી આવનારો સમય વધુ વિકટ બને તેવુ દેખાય રહયું હોવાનું જણાવી સેંકડો વર્ષ પહેલાં વિધર્મી આતંકવાદીઓ ના આક્રમણથી ભારત ગુલામ બન્યુ અને પછી અંગ્રેજોનું ગુલામ બન્યુ. ભારે લડત પછી ઈ.સ.1947 માં આપણે અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત થયા પણ દેશના બે ટુકડા થઈ ગયા ત્યારે હતુ કે હવે હિંન્દુ પ્રજા ભારત દેશમાં શાંતિથી રહી શકશે. પણ છેલ્લા પંચોતેર વર્ષમાં જોયુ કે પ્રજાનું સમીકરણ બદલાઈ ગયુ છે.

જે અલ્પ સંખ્યક પ્રજા હતી તે બહુસંખ્યક થઈ રહી છે અને જે બહુસંખ્યક પ્રજા હતી તે અલ્પસંખ્યક થઈ રહી છે. જો આ પ્રક્રિયા આવીને આવી ચાલતી રહી તો ભારતવર્ષની આઝાદી સામે બહુ મોટુ જોખમ ઉભું થાય તેવી પરિસ્થિતિ નિમૉણ થઈ રહ્યું છે ત્યારે. ફરી પાછો આ દેશ પોતાના દ્વારા ગુલામ બની જાય અને હિન્દુ પ્રજા ધર્મ, સંસ્કૃતિ અને આધ્યાત્મને સામે ભારે સંકટ ઉભું થાય આવી પરિસ્થિતીથી બચવા માટે પુરી હિન્દુ પ્રજાના બધા સંપ્રદાયો, બધા પંથો, બધાજ નાના-મોટા પરિવારો એક થઈને સંગઠીત બને તથા પાણી આવતા પહેલા પાળ બાંધે’ એ દ્રષ્ટિએ અહીં ગુરૂગાદી સૈજપુરી દાદા, દશનામી અખાડા, મેમણા ગામે બધા સંપ્રદાયના સંતો, મહંતો, આચાર્યો વગેરેનું એકતા મિલન સંમેલનનું આયોજન કરવામા આવ્યું હોવાનું સંતોએ જણાવ્યું હતું.
આ પ્રસંગમાં મુખ્ય અતિથિ તરીકે પરમ પૂજ્ય પદ્મભુષણ સન્માનિત સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસ – દંતાલીવાળાએ આશીર્વચન પાઠવ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા ખાતે આવેલ તળાવ માં મોટી સંખ્યા મા માછલીઓ ના મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી.

ચાણસ્મા ખાતે આવેલ તળાવ માં મોટી સંખ્યા મા માછલીઓ ના મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી. ~ #369News

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાએ પાટણની મુલાકાત લીધી..

શહેરના સફાઈ અભિયાન કાર્યક્રમમાં જોડાઈ સફાઈ કર્મચારીઓને કીટ વિતરણ...