ભાજપનો કાર્યકર સત્તા માટે નહીં પરંતુ સેવા માટે કાર્ય કરે છે : જિલ્લા ભાજપ પ્રમુખ
પાટણ તા. 29
ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી ને અનુલક્ષીને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને બેઠકોના દોર પણ આરંભવા મા આવ્યા છે. ત્યારે બુધવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને કાર્યકતૉ બેઠકનુંઆયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સત્તા માટે નહીં પરંતુ સેવા માટે કાર્ય કરે છે સરકારની વિવિધ કલ્યાણ કારી યોજનાઓનોછેવાડા ના માનવી સુધી લાભ મળે તે માટે તમામ કાર્યકરોને આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ સિંધવ સહિત અપેક્ષિત હોદેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હોવાનું મિડિયા કન્વીનર જયેશભાઈ દરજીએ જણાવ્યું હતું.