પાટણ તા. 13
ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા 15 મી સપ્ટેમ્બરથી 15 મી ઓક્ટોબર,2023 સુધી “સ્વચ્છતા હી સેવા” અભિયાન નું આયોજન કરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત શુક્રવાર ના રોજ પાટણ યુનિવર્સીટીનાં Ncc કેડેટ્સ અને પત્રકારત્વ વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ.
સ્વચ્છતા હી સેવા-2023 અભિયાન મા યુનિ.ના પત્રકારત્વ વિભાગ તેમજ 7 ગુજરાત NCC બટાલિયન ગુજરાત મહેસાણા દ્વારા એક કલાક શ્રમદાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કા.રજીસ્ટાર ડૉ. કે. કે. પટેલે જણાવ્યું હતું કે, યુવાનોમાં સ્વચ્છાગ્રહ હોવુ એ સારા સંસ્કાર ગણાય. જે સ્વચ્છતાનો આગ્રહી હશે તે દેશ માટે સારો નાગરિક બની રહેશે. તેમણે યુવાનોને અપીલ કરી કે ,ગમે ત્યાં રસ્તાઓમાં કચરો નાખશો નહીં.
ચાલો આપણે સૌ યુનિવર્સીટીને સ્વચ્છ સુંદર બનાવવા પ્રયત્ન કરીએ.આ પ્રસંગે યુનિવર્સીટીનાં કા.કુલપતિ પ્રો. રોહિતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,આજનો યુવાન આવતીકાલનું ભવિષ્ય છે. તેઓએ “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જોડાશે તો તેમના સંસ્કારનું ઘડતર થશે. આ અભિયાનમાં પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઝાડુ ઉપાડી એક કલાક શ્રમદાન કરી નાગરિકો માટે જે સંદેશ આપ્યો તેને જીવનમાં ઉતારવા જણાવ્યું હતું.આ પ્રસંગે યુનિવર્સીટીના પત્રકારત્વ વિભાગ કો-ઓર્ડીનેટર ડૉ. આનંદ પટેલ, ટીચિંગ આસિસ્ટન્ટ ભરત ચૌધરી, 7 ગુજરાત NCC બટાલિયનના કર્નલ એસ. કે. દહિયા, સુબેદાર મેજર સંજીવ કુમાર, કમાન્ડિંગ ઓફિસર વિક્રમ મહેતા દ્વારા વિદ્યાર્થીને સ્વચ્છતાનું મહત્વ સમજાવી સૌએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા હતા
અહેવાલ યશપાલ સ્વામી