પાટણ તા. 8
ચાણસ્મા ખાતે આવેલ તળાવ મા છેલ્લા બે દિવસથી માછલીઓ મૃત્યુ પામવાની ધટના સજૉઈ રહી છે જેને કારણે આજુબાજુના લોકો મા અરેરાટી વ્યાપી જવા પામી છે. સત્વરે જવાબદાર તંત્ર દ્વારા મૃત માછલી ઓનો નિકાલ કરવામાં આવે તેવું વિસ્તાર ના લોકો ની માંગ ઉઠવા પામી છે.ચાણસમા શહેરની અંદર આવેલ તળાવ ની અંદર શહેરના વિવિધ વિસ્તારો માંથી પાણી આવતું હોવાના કારણે તળાવમાં બારે માસ પાણી ભરેલું જોવા મળતુ હોય છે તેમજ આ તળાવ ની અંદર હજારો ની સંખ્યામાં માછલી ઓ પણ રહે છે. ત્યારે આ તળાવ ની અંદર કોઈ કેમિકલ યુક્ત પાણી અથવા ઓક્સિજનની ઘટ સર્જાવા ના કારણે છેલ્લા બે દિવસ થી અસંખ્ય માછલીઓ મૃત્યુ પામતા વિસ્તારની આજુબાજુમાં વસવાટ કરતા લોકોમાં ભારે દુર્ગંધ ફેલાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ મૃત માછલીઓનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ચાણસ્મા ખાતે આવેલ તળાવ માં મોટી સંખ્યા મા માછલીઓ ના મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી.
Date: