પાટણ તા. 30
પાટણ સમીપ આવેલા રામનગર ભદ્રાળાપુરા ખાતે શ્રી રામદેવપીર મંદિરની ત્રિ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે મંદિર પરિસર ખાતે શ્રી રામદેવપીર સહિત અનેક દેવી-દેવતાઓના સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી.
આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા ના ધાર્મિક પ્રસંગને અનુલક્ષીને શ્રી રામદેવપીર મંદિર સન્મુખ આયોજિત હવન યજ્ઞમાં વિવિધ યજમાન પરિવારોએ બિરાજમાન થઈ શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પિત કરી હતી.
સમસ્ત રામનગર ગ્રામજનો દ્વારા ભદ્રાડાપુરા ખાતે નવનિર્માણ પામેલા શ્રી રામદેવપીર મંદિર ના ત્રિ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રાજકીય સામાજિક આગેવાનોએ તેમજ સાધુ સંતોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા સમસ્ત રામનગરના ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.