fbpx

પાટણ જી.ઇ.બી.ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુરજીત ભટ્ટાચાર્ય ને હુંફાળુ વિદાયમાન અપાયું..

Date:

વિભાગના અધિકારીઓ ,પૂર્વઅધિકારીઓ,કર્મચારીઓ અને પાટણ શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ ભટ્ટાચાર્યની કામગીરીને બિરદાવી..

પ્રમાણિક રીતે કામ કરનાર ભટ્ટાચાર્ય જેવા અધિકારી નું દરેકે અનુકરણ કરવું જોઈએ..

પાટણ તા. 30
પાટણ જીઈબી મા એજ્યુકેટીવ એન્જિનિયર તરીકે ફરજ બજાવી વય નિવૃત થતા સુરજીત ભટ્ટાચાર્ય નો વિદાયમાન સમારંભ બુધવારના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો.

ભારત,ચીન બોર્ડર પરના એક નાનકડા ગામ માંથી અભ્યાસ કરી જીઇબી વિભાગ માં 1990 ની સાલમાં જોઇન્ટ થનાર ભટ્ટાચાર્ય એ ખૂબ સંઘર્ષ સાથે જીવનના દરેક ક્ષેત્રે તેઓએ સફળતા પ્રાપ્ત કરી તા. 31 માર્ચ ના રોજ ચાલુ વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે

ત્યારે પોતાની નિવૃત્તિ હોવા છતાં વિભાગના બધાજ ટાર્ગેટ પૂર્ણ કરી એક ઈમાનદાર અધિકારી તરીકે નિવૃત્ત થનાર અધિકારીએ પોતાના વિભાગના કર્મચારીઓને આદર્શ નોકરી કેમ થઈ શકે તેનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

વિભાગના અધિકારીઓ એ તેમની ફરજ પ્રત્યેની ઈમાનદારી સાથે ની જવાબદારી નિભાવવાની ખાસ બાબતો ને સૌ આમંત્રિત મહેમાનો અને વિભાગના કર્મચારીઓએ મુક્ત કંઠે પ્રસંશા કરી હતી.

આ સમારંભમાં જીઈબી ના ઉચ્ચ અધિકારીઓમા વી.એમ.શ્રોફ,એલ.એ.
ગઢવી, ડી.એસ.પટેલ, એ.પી.પટેલ, જિગ્નેશ ચૌધરી, એમ. એચ. પટેલ તેમજ વિભાગના વડાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ,

આ પ્રસંગે વિભાગના અધિકારીઓ સહિત પાટણ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ પિયુષભાઈ આચાર્ય અને કોગ્રેસ કિસાન મોર્ચા ના આગેવાન ભુરાભાઈ જોશીએ પ્રસંગોચિત પોતાનું વક્તવ્ય આપ્યું હતું.

પિયુષભાઈ આચાર્યે એ નિવૃત્ત થઈ રહેલા પ્રમાણિક અધિકારી સુરજીત ભટ્ટાચાર્ય ને તેઓનું શેષ જીવન પોતાના પરિવાર સાથે ખુબજ સુખ,શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ સાથે વિતાવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના જગદીશ મંદિર હોલમાં બ્રહ્મ સમાજની પ્રથમ બેઠક મળી..

#પાટણ ના #જગદીશ મંદિર હોલમાં બ્રહ્મ સમાજની પ્રથમ બેઠક મળી.. ~ #369News

સાંસદ ભરતસિંહ ડાભી ના વિજય ની શુભેચ્છાઓ વ્યક્ત કરતાં ડો.વી.એમ. શાહ અને ડો.દીપ શાહ…

પાટણ તા.૫પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી...

શ્રાવણ માસની પૂર્ણાહુતિ અને અંતિમ સોમવારના પવિત્ર દિવસે પાટણ શહેરના શિવ મંદિરો શિવ ભક્તોથી ઉભરાયા..

અંબિકા શાકમાર્કેટ ખાતેના શ્રી નાગેશ્વર મહાદેવ સન્મુખ વિદેશી -...