fbpx

પાટણ ફતેસિંહ લાયબ્રેરીમાં ‘દિવા સ્વપ્ન’ પુસ્તક પર ચંદ્રકાન્ત ઠક્કર નું વિવેચન..

Date:

પાટણ તા. 21
પાટણની ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં ‘મને જાણો’ કાર્યક્રમ અંતર્ગત ‘આસ્થા હોલમાં’ ગુજરાતનાં શ્રેષ્ઠ બાળ સાહિત્યકાર ગીજુભાઇ બધકાનું પુસ્તક દિવા સ્વપ્ન વિષય ઉપર ગાંધી સુંદરલાલ શાળાનાં આચાર્ય ચંદ્રકાંન્ત ભાઈ ઠક્કરે વિવેચન ર્ક્યુ હતું. લેખકે પોતાનાં અનુભવો વિષે લખતાં જણાવ્યું હતું કે, બાળકો માટે વાર્તાઓ એ શિક્ષણ પધ્ધતિમાં જાદુનું કામ કરે છે. બાળ વાર્તાઓ અને કાવ્યો દ્વારા બાળકોને અભ્યાસ, સ્વચ્છતા, રમત-ગમત, વ્યાકરણ, ઇતિહાસ, ભૂગોળ વિગેરે વિષે નવા પ્રયોગો કરી કેવી રીતે શિક્ષણમાં બાળકોને રસ લઇને શીખવી શકાય તેનું સુંદર પ્રેરણાદાયી ઉદાહરણ આ પુસ્તક દ્વારા આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે લાઈબ્રેરી ના પ્રમુખ ડૉ. શૈલેષ સોમપુરાએ સ્વાગત પ્રવચન કરેલ. આ પ્રસંગે તુલસીભાઇ પરમારે પચતત્રવાર્તાઓના 10 પુસ્તકો લાઈબ્રેરી ને ભેટ આપ્યા હતા. તેમજ સર્વ મંગલમ્ આશ્રમ તરફથી ભાનુંવિજયજી મહારાજના 50 જેટલા પુસ્તક ‘લાયબ્રેરી આપનાં દ્વારે કાર્યક્રમ માટે અપૅણ કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમ ની આભાર વિધિ મંત્રી મહાસુખભાઇ મોદીએ કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી ના કમ્પ્યુટર વિભાગ ના M.Sc. IT ના છેલ્લા વર્ષ ના વિદ્યાર્થીઓનું સતત બીજા વર્ષે 100% પ્લેસમેંટ..

યુનિવર્સિટી ના કમ્પ્યુટર વિભાગ ના M.Sc. IT ના છેલ્લા વર્ષ ના વિદ્યાર્થીઓનું સતત બીજા વર્ષે 100% પ્લેસમેંટ.. ~ #369News

સાંતલપુર સિવિલ પાસે પાકૅ કરેલ ટ્રક સાથે અન્ય ટ્રક ટકરાતા ટ્રકનો ભુક્કો બોલી ગયો..

અકસ્માત માં ડ્રાઇવર ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે...

પાટણ માં ભગવાન રામજી ની રથયાત્રામાં અયોધ્યા થી લાવેલ ચરણ પાદુકા દશૅન ભકતો ને થશે..

#પાટણ માં #ભગવાન રામજી ની રથયાત્રામાં અયોધ્યા થી લાવેલ #ચરણ પાદુકા દશૅન #ભકતો ને થશે.. ~ #369News