fbpx

પાટણ ના જગદીશ મંદિર હોલમાં બ્રહ્મ સમાજની પ્રથમ બેઠક મળી..

Date:

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના પાટણ જિલ્લા ના હોદ્દેદારો ની સર્વાનુમતે વરણી કરવામાં આવી..

પાટણ જિલ્લાના બ્રહ્મ સમાજના પ્રમુખ પિયુષ ભાઈ આચાર્યના નેતૃત્વ હેઠળ મજબૂત સંગઠન ની રચના કરવામાં આવી..

પાટણ જિલ્લો , તાલુકો , શહેર સંગઠનના હોદ્દેદારો ની આગામી સપ્તાહમાં જાહેરાત કરાશે.

પાટણ તા. 30
પાટણના જગદીશ મંદિર ના હોલમાં ચૈત્રી નવરાત્રિ ના આઠમના પવિત્ર દિવસે પાટણ જિલ્લા બ્રહ્મ સમાજ ની પ્રથમ બેઠક બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્ય ની અધ્યક્ષતા માં સમાજ ની પ્રથમ બેઠક મળી હતી જેમાં પાટણ જિલ્લા ના હોદેદારોની સવૉનુમતે વરણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સમાજના ઉપ પ્રમુખ ગિરીશભાઈ દ્રારા નવ નિયુક્ત હોદ્દેદારો ની યાદી વાંચી સંભળાવી હતી જેમાં એક જિલ્લા પ્રમુખ ,પાંચ ઉપ પ્રમુખ, મહામંત્રી ,ત્રણ સંગઠન મંત્રી , ખજાનચી , મુખ્ય કન્વીનર, સહ કન્વીનર , જિલ્લા યુવા પ્રમુખ , પ્રવકતા , કાનૂની સલાહકાર ,સહમંત્રીઓ અને કારોબારી સભ્યો સહિત 51 જેટલા સભ્યો ની નિમણુક કરવામાં આવી હતી.

આ પ્રસંગે બ્રહ્મ સમાજના પ્રમુખે જણાવ્યું હતું કે , જુદા જુદા બ્રહ્મ સમાજના આગેવાનોને તેમજ પાટણ જિલ્લાના જુદા જુદા તાલુકા ના આગેવાનોને કોઈ પણ પક્ષપાત વિના સમાવેશ કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ વાર સાચા અર્થમાં સૌ ભૂદેવો ની બુદ્ધિ શક્તિ નો લાભ લેવાનો તેમજ સમાજના આગેવાનો દ્વારા સમાજ ઉત્થાન માટે ના કાર્યો કરવાના નિર્ધાર સાથે આ માળખું બનાવવામાં આવ્યું છે

અને બે જ દિવસમાં પાટણ શહેરના આગેવાનો અને બહેનો નું સંગઠન પણ જાહેર કરવામાં આવશે સાથે સાથે સિદ્ધપુર અને સરસ્વતી તાલુકા ના હોદ્દેદારો ની પણ વરણી કરી જિલ્લાના તમામ તાલુકા ના સંગઠનો બનાવી ને સમાજના વિકાસ લક્ષી પ્રોજેક્ટો શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ પ્રસંગે સંગઠન મંત્રી દિલીપભાઈ દવે એ સમાજના વિકાસ માટે દરેક કાર્યોમાં પ્રમુખ પિયુષભાઈ ને સપોર્ટ કરવાની હાકલ કરી હતી. આ સંસ્થાના પ્રવકતા અશોકભાઈ ત્રિવેદીએ સમાજને મજબૂત કરવા માટે પત્રકાર સેલ, ડોકટર સેલ ,એડવોકેટ સેલ જેવા જુદા જુદા સેલ ની રચના કરવાનો સુઝાવ આપ્યો હતો , તેમજ ડોકટર પરિમલભાઈ જાની તેમજ જગન્નાથભાઈ જોશીએ સભ્ય નોંધણીની કામગીરી ઝડપથી કરવાની રજૂઆત કરી હતી.

આ પ્રસંગે ચંદ્રુમાણાં ગામના વતની અને વિશ્વ હિન્દુ પરિષદના નીતિન ભાઈ વ્યાસે પણ સમાજ ના સંગઠન અને કામગીરી ની વાત કરી પિયુષભાઈ આચાર્ય સાથે કામ કરવાની ખેવના સાથે નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
સમાજના ઉપપ્રમુખ હસમુખભાઈ ઠાકરે પણ ખૂબ ધારદાર હકીકતો જણાવી ને સમાજ માટે કોઈ પણ કામ કરવા પોતે તત્પર છે તેવી ખાતરી આપી હતી .આ પ્રસંગે સમાજ ના સહમંત્રી અને પર્યાવરણ વિદ નિલેશ ભાઈ રાજગોર ” ધાર્યું તે કર્યું” પુસ્તક આપી ને પીયૂષભાઈ આચાર્ય નું સન્માન કર્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

આગામી લોક સભાની ચુંટણીને ધ્યાન મા રાખીને અનુસુચિત જાતિ મોરચા દ્વારા યુવા મમતદાર નોધણી અભિયાન શરૂ કરાયુ..

આગામી લોક સભાની ચુંટણીને ધ્યાન મા રાખીને અનુસુચિત જાતિ મોરચા દ્વારા યુવા મમતદાર નોધણી અભિયાન શરૂ કરાયુ.. ~ #369News

પાટણમાં પ્રજાસત્તાક દિને દિવ્યાંગ અને અંધ ભાઈ બહેનો ને સ્માટૅ સ્ટીક અપૅણ કરવાનો કાર્યક્રમ યોજાયો..

પાટણમાં પ્રજાસત્તાક દિને દિવ્યાંગ અને અંધ ભાઈ બહેનો ને સ્માટૅ સ્ટીક અપૅણ કરવાનો કાર્યક્રમ યોજાયો.. ~ #369News