પાટણ તા. 31
પાટણ જિલ્લામાં ધો 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી
ઓની ગુજકેટ ની પરીક્ષા આગામી તા 3 એપ્રિલ ના રોજ જિલ્લાના 13 કેન્દ્રો ના 118 બ્લોકમાં 2325 વિદ્યાર્થીઓની લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ઓ પૂર્ણ થયા બાદ હવે આગામી 3 એપ્રિલના રોજ જિલ્લામાં ગુજકેટની પરીક્ષાનું આયોજન રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે. જેની તૈયારીઓ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા હાથ ધરવામાં આવી છે.
પાટણ જિલ્લામાં આગામી 3 એપ્રિલના રોજ ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા માટે પાટણ જિલ્લાને 222 પરીક્ષા કેન્દ્ર ફાળવાયા છે જેમાં પાટણ શહેરના 13 કેન્દ્રોના 118 બ્લોકમાં એ ગૃપમાં 659,બી ગ્રુપમાં 1663 અને એ-બી ગ્રુપમાં 3 વિદ્યાર્થીઓ મળી 1429 વિદ્યાર્થીઓ અને 896 વિદ્યાર્થિનીઓ મળી કુલ 2325 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવનાર હોવાનું શિક્ષણ વિભાગ ના સુત્રો એ જણાવ્યું હતું.