google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

વાહન ચાલકોને ખોટી રીતે હેરાન પરેશાન કરનાર સાંતલપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ.

Date:

જિલ્લા પોલીસ વડા દ્વારા કોન્સ્ટેબલો ને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો..

પાટણ તા. 31
વાહન ચાલકોને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોવાના મામલે મળેલી રજૂઆતના પગલે પાટણ જીલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલોને પાટણ જીલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

આ બાબતે મળતી હકીકત મુજબ સાંતલપુર પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલો વિરમભાઈ આહિર અને દિલીપભાઈ દ્વારા નેશનલ હાઈવે પરથી પસાર થતાં વાહન ચાલકોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની રજુઆત જિલ્લા પોલીસ વડા સમક્ષ થવા પામી હતી જે રજૂઆત ને ધ્યાનમાં રાખીને ઈન્ચાર્જ પાટણ જીલ્લા પોલીસ વિશાખા ડબરાલ દ્વારા કડક નિર્ણય લઈને બન્ને પોલીસ કોન્સ્ટેબલોને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓ સહિત જિલ્લા ના પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related