fbpx

પાટણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના 10 માં પાટોત્સવની ઉજવણીએ સંત પારાયણનું આયોજન કરાયું…

Date:

પાટણ તા.૧
પાટણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દશાબ્દી મહોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ નૂતન મંદિર ની જગ્યા ગોપી પાર્ટી પ્લોટની બાજુમાં તારીખ 30 મેં થી તારીખ 2 જૂન ચતુર્થ દિવસ પરમ પૂજ્ય વિવેક નિષ્ઠ સ્વામીના શું મધુર કંઠે સંતપારાયણ કથાનુંઆયોજન કરવામાં આવ્યું છે.

આજના આધુનિક વિજ્ઞાન યુગ ની અંદર પારિવારિક પ્રશ્નોની વચ્ચે દરેક વ્યક્તિને જોઈએ છે શાંતિ આ વિષય ઉપર પ.પૂ.વિવેકનિષ્ઠ સ્વામી દ્વારાભક્તિમય પારાયણનો લાભ આપવામાં આવી રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે ભગવાનને સર્વ કરતા હરતા જાણીએ તો મનમાં શાંતિ થાય ભગવાનની નિષ્ઠા ડગવી ના જોઈએ સર્વ કરતા હરતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન છે.

આપણા જીવનમાં દ્વંદો આવે સુખ દુઃખ આવે પણ જીવનમાં સ્થિરતા રાખવી હોય તો ભગવાનને જ કરતા સમજવા જોઈએ ભગવાનને સમર્પિત થઈ જાવ તો પરમ શાંતિ મળશે.ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ કોઈ તમને સુખ દુઃખ આપી શકતું નથી આપણને થોડું દુખ આવે છે તો ભગવાનને દોષ આપીએ છીએ પરંતુ સુખમાં તો તમે ક્યારેય પ્રભુને યાદ કરતા નથી સુખ દુઃખ આપનારો તો ઈશ્વર છે.

ભગવાન સ્વામિનારાયણ સુડી નું દુઃખ કાંટે મટાડે છે માટે ભગવાનને પ્રસન્ન કરવાથી જ શાંતિ પ્રાપ્ત થાય છે આ સંત પારાયણ નો પાટણની ધર્મ પ્રેમી જનતા લાભ લઈ ખૂબ ધન્યતા અનુભવે છે.પાટણ ખાતે નુતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની જગ્યા ખાતે ચાલતી સંત પારાયણ પ્રસંગે ભગવાન સ્વામિ નારાયણ ને અન્નકૂટ તથા મહાપૂજાનું પણ સાંજે ત્રિભુવન પાર્ક બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ 10 માં પાટોત્સવ નું સુંદર આયોજન પરમ વંદનીય મહંત સ્વામીની પ્રેરણાથી પાટણ મંદિરના સાધુ સેવા નિષ્ઠા સ્વામી તથા સાધુ સેવા વત્સલદાસ સ્વામી તથા બીએપીએસ સત્સંગ મંડળ પાટણ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૨ મી રથયાત્રાને લઇ તડામાર તૈયારીઓ હાથ ધરાઈ…

ટ્રસ્ટી મંડળ સહિત જગન્નાથ ભક્તો દ્વારા રથયાત્રા નિમિત્તે ફાળો...

પાટણની ધારપુર હોસ્પિટલ માં છેલ્લા ચાર દિવસથી વિજળી ફોલ્ટ સજૉયો:જનરેટર પણ બંધ છે..

પાટણની ધારપુર હોસ્પિટલ માં છેલ્લા ચાર દિવસથી વિજળી ફોલ્ટ સજૉયો:જનરેટર પણ બંધ છે.. ~ #369News