38 વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર શિક્ષિકા દક્ષાબેન ને નિવૃત જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી..
પાટણ તા. 1
પાટણ શહેરની ગાંધી સુંદરલાલ પ્રાથમિક કન્યા શાળામાં વય નિવૃત્ત થતા શિક્ષિકા દક્ષાબેન એસ વાણીયા અને ધોરણ આઠની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ શનિવારે યોજવામાં આવ્યો હતો. 38 વર્ષ સુધી નિષ્ઠા
પૂર્વકની સેવા આપનાર શિક્ષિકા દક્ષાબેન ની શૈક્ષણિક કાર્યની સરાહના કરી ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માન પત્ર અને વિવિધ ભેટ સોગંદ આપી નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓએ દેશ ભક્તિ અને લોકગીત આધારિત અદભુત સંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કરી પોતાની વિદાય ને યાદગાર બનાવી હતી.
આ પ્રસંગે પાટણ સીટી મામલતદાર ડી.ડી.પરમાર,ગ્રામ્ય મામલતદાર સંદીપ ભાઈ મહેતા,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મકવાણા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરમાભાઈ નાડોદા,નિરીક્ષક હરજી ભાઈ પ્રજાપતિ, બીઆરbસી કોર્ડીનેટર મીનાબેન પટેલ,જાયન્ટ્સ ગ્રુપના પૂવૅ પ્રમુખ નટુભાઈ દરજી,માનવ અધિકાર સહાયતા સંઘના રમેશભાઈ ઠક્કર, સી.આર.સી. હેમાંગીબેન પટેલ, ઉપરાંતશિક્ષણકારો અને શિક્ષણ પ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજર રહી વિદ્યાર્થીનીઓ ભવિષ્યમાં ઉચ્ચ પ્રગતિ સિદ્ધ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સહિત સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.