પાટણના જગદીશ મંદિર ખાતે આયોજિત કાર્યક્રમ માં સમાજ આગેવાનોએ મોમેન્ટો સાથે શુભેચ્છાઓ પાઠવી..
પાટણ તા.1
પાટણ જીઈબીમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવી વય મર્યાદા ને લઈને નિવૃત્ત થતા બ્રહ્મ સમાજના સેવાભાવી અગ્રણી સુરજીત ભટ્ટાચાર્ય નો વય નિવૃત્તિ સન્માન સમારોહ શુક્રવારની સાંજે પાટણ શહેરના જગદીશ મંદિર પરિસર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
આ વિદાય સન્માન સમારોહ કાર્યક્રમની શરૂઆત જગદીશ મંદિર ના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થી કરવામાં આવી હતી.ત્યારબાદ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખ અને જગદીશ મંદિર ના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય એ ભટ્ટાચાર્યજી નો વિસ્તૃત પરિચય આપ્યો હતો .
ત્યાર બાદ બ્રહ્મ સમાજ ના ઉપપ્રમુખ ગિરીશભાઈ દવે,મહામંત્રી વિનોદભાઈ જોષી,ઉપપ્રમુખભુરાભાઈ જોષી ,રાજુભાઇ રાવલ , અવનીબેન જોષી ,શ્રીમતી રંજનબેન રાવલ ,અશ્વિન ભાઈ જોષી,અમૃત મહેતા ગિરીશભાઈ રાવલ ,સંજય મોદી સહિતજગદીશ મંદિરના ટ્રસ્ટીઓ ઉપરાંત ઉપસ્થિત સમાજ ના આગેવાનો, કાર્યકરોએ શાલ ઓઢાડી ને તેમજ ફૂલહારથી સન્માન કર્યું હતું ,
આ પ્રસંગે ગીરીશભાઈ દવે ,વિનોદભાઈ જોષી , તેમજ ભુરાભાઈ જોષી એ પ્રસંગોચિત ઉદ્બોધન કરી ભટ્ટાચાર્યજી ની ફરજ પ્રત્યે ની નિષ્ઠા પુર્વક ની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે બ્રહ્મ સમાજના પ્રમુખ પિયુષભાઈ આચાર્ય એ ગુજરાત નો જીઇબી વિભાગ ખુબજ સંવેદનશીલ વિભાગ છે ,કારણ કે ગુજરાતના 99 % લોકો તેના સીધા કે આડકતરા ગ્રાહકો છે, જાહેરજનતા , જાહેર સેવકો,અને સરકાર વચ્ચે સુમેળ કરીનેવિભાગ દ્વારા કામગીરી ના ટાર્ગેટ પૂરા કરવા એક ખુબજ કપરું કામ છે.
ત્યારે ભટ્ટાચાર્યજી તે બધા વચ્ચે સેતુ બનીને સફળ કામગીરી અને લોકોને સંતોષ આપવા માટે સંપૂર્ણ સફળ રહ્યા છે, તેઓની ફરજ દરમ્યાન સમય પાલન, નિષ્ઠા અને પ્રમાણિક રીતે કામ કરનાર ભટ્ટાચાર્યજી જેવા અધિકારી નું આજ ના અન્ય અધિકારીઓએ અને સરકારી કર્મચારીઓ એ અનુકરણ કરવું જોઈએ તેવું બ્રહ્મ સમાજના પ્રમુખ પીયૂષ ભાઈ આચાર્યે જણાવી ભટ્ટાચાર્યજીને સાકરનો પડો તેમજ શ્રીફળ સાથે બ્રહ્મ સમાજની યાદગીરી રૂપે મોમેન્ટ અર્પણ કરી ને નિવૃત્તિ પછી નું શેષ જીવન પોતાના પરિવાર સાથે અને પોતાની હોબી સાથે ખુબજ સુખમય પસાર થાય , ઈશ્વર તેઓને દીર્ઘાયુ આપે તેમજ તેમનું જીવન નિરોગી રહે અને સર્વ પ્રકારની સુખ શાંતિ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમ નુ સફળ સંચાલન બ્રહ્મ સમાજના જાણીતા એન્કર અશોકભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યુ હતું.