fbpx

પાટણ શ્રી બ્રહ્મ સેવા સમાજ દ્વારા દિવ્યાંગ જનો માટે સાધન સહાય નિદાન કેમ્પ યોજાયો..

Date:

150 થી વધુ દિવ્યાગો એ આ કેમ્પ નો લાભ લીધો..

પાટણ તા. 1
ભારત સરકારના સામાજિક અને ન્યાય અધીકારીતા વિભાગ, ન્યુ દિલ્હી અનુદાનિત અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા શનિવારે સવારે 10 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધી પાટણવાડા ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ સમાજની બોર્ડિંગ, જનતા હોસ્પિટલ ની સામે, રેલ્વે ગરનાળાની બાજુમાં દિવ્યાંગજનો માટે વિકલાંગ સાધન સહાય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ કેમ્પ માં ટ્રાયસિકલ, વ્હીલચેર,બગલ ઘોડી, કેલીપર્સ, જયપુરી ફૂટ, વોકર વગેરે જેવા સાધનો આપવા માટે નિદાન કરવામાં આવ્યું હતું. અને જે તે લાભાર્થીને નિ:શુલ્ક પણે તેઓની જરૂરિયાત મુજબ ના નિદાન પછી સાધનો બનાવી વિતરણ કરવામાં આવશે.

દરેક દિવ્યાંગ ભાઈ-બહેનોએ વિકલાંગતા અંગેનું સિવિલ હોસ્પિટલ/મેડીકલ સર્ટીફીકેટ, આધારકાર્ડ, રાશનકાર્ડ, આવકનો દાખલો માસીક 22,500 થી ઓછી, જાતિના દાખલા ની ઝેરોક્ષ, તેમજ પાસપોર્ટ સાઈઝ ના 2 ફોટા અને વિકલાંગતા દેખાય તેવો 1 ફોટો સાથે લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

આ કેમ્પનો જરૂરિયાત વાળા દિવ્યાંગ લાભાર્થી ઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી લાભ લીધો હતો.
આ પ્રસંગે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના ગોપાલભાઈએ આજના દિવ્યાંગોના નિશુલ્ક સાધન સહાય વિતરણના નિદાન કેમ્પમાં 150 થી વધુ લાભાર્થીઓ એ લાભ લીધો હોવાનું જણાવી દિવ્યાંગોની જરૂરિયાત મુજબના સાધન સહાય નું માપ લઈ આગામી સમયમાં તેઓને નિશુલ્ક વિતરણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

મોબાઇલની ચીલ ઝડપ કરતી ગેંગનો પર્દાફાસ કરતી બાલીસણા પોલીસ.

પોલીસે ચીલઝડપ કરાયેલા બે મોબાઇલ અને સ્પેલન્ડર બાઈક સહિત...

પાટણમાં સ્વ સહાય જૂથની બહેનો માટે ગૃહઉદ્યોગ બનાવટની તાલીમનું આયોજન કરાયું..

પાટણમાં સ્વ સહાય જૂથની બહેનો માટે ગૃહઉદ્યોગ બનાવટની તાલીમનું આયોજન કરાયું.. ~ #369News