પાટણ તા. 23
પાટણ શહેરના બગવાડા રોડ થી બળીયા હનુમાન તરફનો બનાવેલ સી.સી. રોડની કામગીરીમાં કોન્ટ્રાકટર ધ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ નગર પાલિકા વોડૅ નંબર 1 ના મહિલા કોર્પોરેટર આશાબેન ઠાકોરે કર્યો છે અને આ બાબતે તેઓ દ્રારા ચિફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી કોન્ટ્રાકટરનું બિલ ન બનાવેલ હોય તો જયાં સુધી યોગ્ય રોડ ન બનાવે ત્યાં સુધી બિલ નહી ચુકવવા અને જો બિલ ચુકવી દીધું હોય તો નગરપાલિકાના નીતિ નિયમો મુજબ કોન્ટ્રાકટર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરી છે.
વધુ મા મહિલા કોર્પોરેટર આશાબેન ઠાકોરે ચીફ ઓફિસર ને કરેલી રજુઆત માં જણાવ્યું છે કે બગવાડા દરવાજાથી બળીયા હનુમાન તરફ જવાનો સી.સી. રોડ તાજેતરમાં બનાવવામાં આવેલ છે.આ રોડ કોન્ટ્રાકટર ધ્વારા 7 થી 8 માસ પહેલા બનાવવામાં આવેલ પરંતુ હમણાં વાવાઝોડા સાથે થયેલા વરસાદમાં જ આ રોડનું ધોવાણ થયેલ છે અને રોડ ઉપરની કપચીઓ ઉખડી ગયેલ છે.
રોડ બનાવનાર કોન્ટ્રાકટર ધ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા નું જણાઈ આવેલ છે તો કોન્ટ્રાકટરનું બિલ ન બનાવેલ હોય તો જયાં સુધી યોગ્ય રોડ ન બનાવે ત્યાં સુધી બિલ નહી ચુકવવા અને જો બિલ ચુકવી દીધું હોય તો નગરપાલિકાના નીતિ નિયમો મુજબ કોન્ટ્રાકટર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેઓએ રજુઆત કરી હોવાનું જણાવ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી