પાટણ તા. 16 સરસ્વતી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી દ્રારા તાજેતરમાં વિવિધ ગ્રામ પંચાયત અને વિસ્તરણ અધિકારી પંચાયત ની આકસ્મિક મુલાકાત લેતા પંચાયત ખાતે હાજર ના રહેનાર 5 તલાટી કમ મંત્રી ને જિલ્લા વિકાસ અધિકારી એ કરણ દર્શક નોટિસ આપી બે દિવસ માં જવાબ રજુ કરવા જણાવ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ સરસ્વતી તાલુકા પંચાયત ના તાલુકા વિકાસ અધિકારીએ કોટવાડ ગ્રામ પંચાયત જી એમ શ્રીમાળી,કિમ્બુવા ગ્રામપંચાયત ના આનંદ ચૌધરી,ગણેશપુરા તાલુકા પંચાયતના વી.એ. ઠાકોર ,અબ્લુવા ગ્રામ પંચાયતના વી એચ પટેલ અને વાગડોદ ના તલાટી કામ મંત્રી વી.વી. ઠાકોરને કારણ દર્શક નોટિસ આપી છે. જેમાં જણાવ્યું હતું કે આ કારણદર્શક નોટીસ આપી તમોને જણાવવાનું કે, તા.16/09/2023 ના રોજ કોટાવડ ગ્રામ પંચાયત ની અમારી અને વિસ્તરણ અધિકારી પંચાયત ની આકસ્મિક મુલાકાત દરમિયાન આપ ગામમાં હાજર મળેલ નથી તેમજ આપને ટેલીફોનીક પૂછપરછ કરતાં આપ પાટણ છો તેવું જણાવેલ વધુમાં ગ્રામજનોની પૂછપરછ કરતાં આજે ગ્રામ પંચાયત ખાતે આપ આવેલ નથી તેવું જાણવા મળેલ છે.ઉપરોક્ત વિગતે ફરજમાં નિષ્કાળજી અને બેદરકારી હોવા અંગેનો લેખિત ખુલાસો આ નોટીસ મળ્યે દિન-2 માં મોકલી આપવાનો રાખશો, અન્યથા આ બાબતે તમો કંઈ જણાવવા માંગતા નથી. તેમ માની ખાતાકીય રાહે પગલાં ભરવામાં આવશે જેની સ્પષ્ટ નોંધ લેશો.તેમ નોટિસ માં જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી