પાટણ તા. 5
પાટણ શહેરમાં વધી રહેલા મોબાઈલ ચોરીના બનાવો ને અટકાવવા જિલ્લા પોલીસવડા ની સૂચના અનુસાર પાટણ બી ડિવિઝન પોલીસ દ્વારા ચક્રો ગતિશીલ કરતાં બે શખ્સોને ચોરીના મોબાઇલ સાથે આબાદ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા શહેર અને જિલ્લા મા વણ શોધાયેલ મિલકત સબંધી તેમજ મોબાઇલ ચોરીના ગુન્હા શોધી કાઢવા સારૂ કરેલ સુચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડયા સિધ્ધપુર વિભાગ તથા બી ડિવિઝન પીઆઇ એમ.એ.પટેલ દ્વારા મોબાઇલ ચોરી સંબંધી ગુના શોધી કાઢવા
આપેલ સુચના અનુસંધાને પાટણ સીટી બી ડીવીઝન પોસ્ટે વિસ્તારમા સર્વલન્સ સ્ટાફ તેમજ બીજા અન્ય સ્ટાફ ના માણસો પેટ્રોલીગ મા હતા તે દરમિયાન અ.પો.કો નરેન્દ્રસિંહ કલ્યાણસિહ તથા અ.પો.કો જીગ્નેશકુમાર દીનેશચંદ્ર નાઓએ ખાનગી ભરોસાના બાતમીદારો દ્વારા તપાસ કરાવતા ચોકકસ બાતમી હકીકત મળેલ કે કેટલાક ઇસમો પાટણ કોર્ટ પાછળ ચોરીના મોબાઇલ વેચવા આવેલ છે
જે હકીકત આધારે બી ડિવિઝન પોલીસ ટીમે વોચ ગોઠવી બાતમી હકીકત વાળા ઇસમો મળી આવતા તેને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતાં પોતે પાટણ સિટી બી ડીવિઝન પો.સ્ટે.ના મોબાઇલ ચોરી કરેલા ગુન્હાની કબુલાત સાથે અન્ય ચોરીના બીજા પણ મોબાઇલ મળી આવતાસદરી ઇસમોને ઝડપી પુછપરછ કરતાં તેઓએ પોતાના નામ ઠાકોર રાહુલજી બાબુજી ઉ.વ.૧૯ રહે.ઉપેન્દ્રવકીલની ચાલી,પાટણ અને ઠાકોર દશરથજી ઉર્ફે અજયજી રમેશજી ઉ.વ.૧૮ રહે.ઉપેન્દ્રવકીલની ચાલી,પાટણ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી