મંદિર પરિસર ખાતે નવનિર્માણ કરાયેલા સત્સંગ હોલ અને ઓફિસ કાર્યાલય ને ખુલ્લુ મુકાયું..
પાટોત્સવ નિમિત્તે આયોજિત હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો નો લાભ યજમાન પરિવારે લઈ ધન્યતા અનુભવી..
પાટણ તા. 1
પાટણના મીરા દરવાજા-પદ્મનાભ રોડ ઉપર આવેલ અગાશીયા વીરદાદા મંદિરનો પાટોત્સવ ભક્તિ સભર માહોલમાં યોજાયો હતો. સાથે આ મંદિર સંકુલમાં દાતા ત્રિભોવનભાઇ ધનજીભાઇ પટેલ પરિવાર મૂ. રહે. અઘાર, હાલ – વડોદરાના મુખ્યદાનથી બનાવવામાં આવેલ સત્સંગ હૉલ-ઓફિસ સંકુલ ના ઉદ્ઘાટન સાથે વાસ્તૂપૂજન અને નવચંડીયજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું .
પાટણ અગાશીયા વીર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ નવીન બનેલ ‘સત્સંગ હૉલ’નું ઉદ્ઘાટન પૂ.શ્રી વસંતગીરી બાપુના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે યોજાયેલ નવચંડી યજ્ઞના મુખ્ય યજમાન તરીકે મૂળ પાટણના વતની અને હાલમાં મહેસાણા ખાતે સ્થાયી થયેલા હરેશભાઇ વીરચંદભાઇ જોષી પરિવારે લ્હોવો લીધો હતો.
સાંજે યજ્ઞની પૂર્ણાહૂતિ સમયે મોટી સંખ્યામાં અગાસીયા વીર દાદા ના ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. યજ્ઞવિધી પાટણના વિદ્વાન શાસ્ત્રી દિલીપભાઇ આચાર્ય તથા અન્ય ભૂદેવ દ્વારા કરવામાં આવી હતી.
આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા અગાશી યાવીર દેવસ્થાન ના ટ્રસ્ટીઓ ડૉ. નિખીલ ખમાર, કિરીટભાઇ ખમાર, હિતેશ ખત્રી, રોનકભાઇ જોષી, બાબુભાઇ પટેલ, પૂજારી દશરથભાઇ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
શ્રી અગાસીયા વીર દાદા ના મંદિર સંકુલનું નવ સાધ્યકરણ એક સામાન્ય વ્યક્તિ એવા ચંદ્રવદન પરીખે રૂા. ૧ લાખનું માતબર દાન આપી કરાવ્યું હતું,
આ પછી સતત દાનનો પ્રવાહ વહી રહ્યો હોવાનું ટ્રસ્ટીગણે જણાવ્યું હતું તો આ મંદિર સંકુલના બાંધકામ માટે એન્જિનિયર ભરતભાઇ પટેલે પોતાની નિ:શુલ્ક સેવાઓ આપી સુંદર અને ભવ્ય સત્સંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું પણ શ્રી અગાસીયા વીર દાદા મંદિર ના ટ્રસ્ટીઓ એ જણાવ્યું હતું.