એમએસસીઆઇટીના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેમીનાર નો લાભ લીધો
પાટણ તા. 3
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમએસસી સીએ અને આઈટી ડિપાર્ટમેન્ટ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થી
ઓને આત્મ નિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે સોમવારના રોજ રોજગાર અને સ્વરોજગાર વિશેની વિસ્તૃત માહિતી પૂરી પાડવા માટે એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીના એમએસસી આઈટી વિભાગ ખાતે આયોજિત કરાયેલા આ એક દિવસીય સેમિનારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક અને છેલ્લા 35 વર્ષથી સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંતના સંગઠક અને સ્વાવલંબી ભારત અભિયાન ના પ્રચાર પ્રસારની પ્રશંસનીયકામગીરી કરી રહેલા મનોહરલાલજી અગ્રવાલ એ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને રોજગાર અને સ્વરોજગાર વિષયો ઉપર સુ વિસ્તાર માહિતી પ્રદાન કરી પ્રેરણા તેમજ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ એક દિવસીય સેમિનારમાં યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટર ડો.કમલ મોઢ, વિભાગના અધ્યાપક ડો. જીગ્નેશ પટેલ,હેત ત્રિવેદી સહિત સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.