fbpx

ઓરૂમાણા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો..

Date:

પાટણ તા. 3
શંખેશ્વરના ઓરૂમાણા પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ સોમવારના રોજ SMC,ઉપાધ્યક્ષ શંકરભાઇ અને સરકારી માધ્યમિક શાળા ઓરૂમાણા ના આચાર્ય પ્રેગ્નેશભાઈ, રીનાબેન સહિત સ્ટાફ પરિવારની ખાસ ઉપસ્થિતિ વચ્ચે યોજવામાં આવ્યો હતો.

ધોરણ 8 ના વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય ગગજીભાઈ એ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ શાળાનું નામ રોશન કરે તેવા આશીર્વાદ આપી શાળા પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવી હતી.

સરકારી માધ્યમિક શાળાના આચાર્ય પ્રેગ્નેશભાઈ એ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભ આશિષ અને માર્ગદર્શન આપ્યું હતું.

શાળાના શિક્ષક સુરેન્દ્રસિંગ પરમારે વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણ નું શું મહત્વ છે તે વિશે વાત કરી હતી.
ધોરણ 8ના વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને શિક્ષક મયુરભાઈ પટેલ દ્વારા શુભેચ્છા પત્રક અને ભેટ સ્વરૂપે બોલપેન આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા શાળાને સમૂહ ફોટો અને રાધાકૃષ્ણના ફોટો ભેટ ધરી વિધાર્થીઓએ પોતાની શાળાને યાદગીરી પ્રદાન કરી હતી.

ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ના વિદાય સન્માન સમારોહ કાર્યક્રમની આભાર વિધિ શાળા ના શિક્ષક કાનજીભાઈ રથવી દ્વારા કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ની તારીખ જાહેર થતાં જ આદર્શ આચાર સહિતા લાગુ કરાઈ..

પાટણ લોકસભા બેઠકમાં કુલ 20,21,052 મતદારો નોધાયા.. જિલ્લા કલેકટર એવમ...

પાટણની શેઠ એન.જી.પટેલ(એમ.એન)પ્રા.શાળામાં બાલવાટિકા અને ધોરણ-૧ ના બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો.

પાટણ તા. ૨૮પાટણની શેઠશ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા...