fbpx

પાટણ શહેરના વિવિધ વિસ્તારો માંથી ચૈત્રી પૂનમે મા બહુચરના દર્શન કરવા પગપાળા યાત્રા સંઘો પ્રસ્થાન પામ્યા..

Date:

પદયાત્રીઓ માટે પાટણ શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા બહુચરાજી માર્ગ પર સેવા કેમ્પો કાર્યરત કરાયા..

પાટણ તા. 5
ચૈત્રી પૂનમના પવિત્ર પર્વ ને લઇ બહુચરાજી ખાતે મા બહુચરના સ્થાનકે જવા બુધવાર ના રોજ પાટણ શહેર માંથી વિવિધ વિસ્તારો માથી માતાજીની માંડવીઓ અને રથ સાથે ભકિત સંગીત ના તાલે પદયાત્રા સંધો બોલ મારી બહુચર ના જય જય કાર નારા સાથે પ્રસ્થાન થયા હતા.

શહેરના ઝીણીપોળ, કસારવાડો, ભઠ્ઠીનોમાઢ,દ્વારકાધીશ મિત્ર મંડળ, છીડિયા દરવાજા સહીત વિસ્તાર માથી મોટી સંખ્યા મા ભાવિક ભકતો પદયાત્રા સંઘમાં જોડાતા સમ્રગ વાતાવરણ ધર્મમય બન્યુ હતુ. અબાલ વૃધ્ધ સૌ કોઇ માતાજી ની માંડવી સાથે સંગીત ના તાલે ઝુમતા પાટણ થી બહુચરાજી તરફ પ્રયાણ કર્યું હતું.સેવા ભાવી કાર્યકરો દ્વારા પદયાત્રીઓને માર્ગમાં કોઇ પ્રકારની મુશ્કેલીઓ ઉભી ના થાય તે માટે સેવા કેમ્પો ઉભા કર્યા છે.

જેમાં પદયાત્રીઓની સેવામાં ઝીણીપોળ યુથ કલબ આયોજિત બહુચરાજી પગપાળા સેવા કેમ્પ મા ગરમા-ગરમ લાઈવ ફુલવડી, આઇસ મિનરલ પાણી, મેડીકલ સેવા નું આયોજન મોઢેરા કેનાલ પાસે, એચ.પી.પંપની બાજુમાં કરવામાં આવ્યો છે.

તોબેંતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠન આયોજીત બહુચરાજી પગપાળા યાત્રા સેવા કેમ્પ આશીર્વાદ હોટલ ની બાજુમાં પોયડા ચોકડી પાસે, મોઢેરા બેચરાજી રોડ પર કરવામાં આવ્યો છે. શ્રી બ્રહ્માણી યુવક મંડળ રાજપુર દ્રારા આઇસ્ક્રીમ કેન્ડી, મિનરલ વોટર અને આરામની વ્યવસ્થા Indian oil Pump, મોઢેરા પાસે કરવામાં આવી છે.

હ્યુમાનિટી ટ્રસ્ટ દ્રારા લાઇવ પોપકોર્ન લાઇવ, માનસી ચા મેડીકલ સેવા શ્રીદેવ મિનરલ વોટર વિસામો ની વ્યવસ્થા માવતર પેટ્રોલપંપની બાજુમાં, ગુર્જરવાડા યુથ કલબ – પાટણ પીરદાદા યુવક મંડળ મિકસ ફ્રુટ,
આઇસ મિનરલ વોટર ,આરામની વ્યવસ્થા મણિપુર – પંચાસર પાટીયા પાસે, વડાવલી-મોઢેરા વચ્ચે, મોટી ભાટીયાવાડ યુવક મંડળના સેવા કેમ્પમાં ગરમ નાસ્તો, ચા અને મિનરલ પાણી તથા આરામ માટે ગાદલા ની વ્યવસ્થા ના સેવા કેમ્પો કાર્યરત બન્યા હતા.જેમ ચૈત્રીપૂનમે મા બહુચરના દર્શન સાથે પોતાની બાધા માનતા પુર્ણ કરી ભાવિકો ધન્ય બનશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ-મેલુસણ માગૅ પર ક્રેટા કાર અને પિક અપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો.

ક્રેટા કાર માંથી પોલીસ લખેલી પ્લેટ સાથે એક વિદેશી...