google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના સરસ્વતી તાલુકાના સાપ્રા સેવા સહકારી મંડળી ના નામે લાખો રૂપિયા નું કૌભાંડ કરાયુ હોવાના આક્ષેપો ઉઠ્યા..

Date:

ગામના કેટલાક ખેડૂતો આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરાય..

ભ્રષ્ટાચાર આચરનારાઓ સામે પોલીસ ફરિયાદ કરી કડક અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરાઈ. .

પાટણ તા. 5
પાટણ જિલ્લા ના સરસ્વતી તાલુકાની સાપ્રા સેવા સહકારી મંડળી લી.ના જવાબદાર હોદેદારો એ મંડળીના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો સાથે ગામના કેટલાક આગેવાનો એ બુધવારના રોજ પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી લેખિત અને મૌખિક માં રજૂઆત કરી આ મામલે પોલીસ ફરિયાદ કરી તટસ્થ તપાસ હાથ ધરી કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે ગામના કેટલાક આગેવાનોએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરસ્વતી તાલુકાની સાંપ્રા સેવા સહકારી મંડળી લી.ના કેટલાક જવાબદાર હોદ્દેદારો દ્વારા ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી ખેડૂતોના નામે ખાતા ખોલાવી ખેડુતોના ખાતા માં લાખોની લોન નાંખીને ઉપાડી ભ્રષ્ટાચાર આચર્યા હોવાના આક્ષેપ લગાવ્યા હતા. તો આ બાબતે ખેડુત ખાતેદારો ની જાણ બહાર ખોલવા માં આવેલા બેંક ખાતાની તેમજ જવાબદાર હોદ્દેદારો દ્વારા આચરાયેલ ભ્રષ્ટાચાર બાબતે તંત્ર દ્વારા તપાસ હાથ ધરી કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ કરવાની માગ સાથે ગામના કેટલાક આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે.

મંડળીના કેટલાક મળતીયા હોદ્દેદારો દ્વારા મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો ઓપ.બેન્ક નો લાખો નો બોજો ખેડુતો નાં ખાતા માં પડતા સમગ્ર ઘટના સામે આવી હોય હોદ્દેદારો દ્વારા બનાવટી દસ્તાવેજો ના આધારે મંડળી ના કેટલાક હોદ્દે દારો દ્રારા ખેડૂતોની જાણ બહાર લાખો ની લોન લઈને ગુનો કર્યો હોવા ના આક્ષેપ સાથે ભોગ બનનાર વરવાજી ઠાકોર સહિતના અરજદારો છેલ્લા દશ મહિનાથી પાટણ કલેકટર કચેરી ખાતે ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા હોવાનું જણાવી ભોગ બનનાર ખાતેદારો દ્રારા જવાબદારો સામે તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ નોંધી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરી કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ-મેલુસણ માગૅ પર ક્રેટા કાર અને પિક અપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો.

ક્રેટા કાર માંથી પોલીસ લખેલી પ્લેટ સાથે એક વિદેશી...

પાટણ ની શ્રી બી ડી સાર્વજનિક વિધાલય દ્રારા જળ જાગૃતિ અભિયાન.

પાટણ ની શ્રી બી ડી સાર્વજનિક વિધાલય દ્રારા જળ જાગૃતિ અભિયાન. ~ #369News

પાટણ પ્રજાપતિ સમાજ પાટણ પરિવાર દ્વારા પાંચ મહાદેવ નો પવિત્ર યાત્રા પ્રવાસ યોજાયો..

વટેશ્વર, વિશ્વેશ્વર, બાલારામ, બાજોટીયા, ગંગેશ્વર મહાદેવ સહિત માં અંબાના...