fbpx

પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા બહુચરાજી સ્થિત મોદી ભવન ખાતે આનંદના ગરબાનું ભવ્ય આયોજન કરાયું..

Date:

આજે પંચમ ગ્રુપના સથવારે ભક્તિ સભર માહોલમાં રાસ ગરબાની રમઝટ જાણશે.

પાટણ તા. 5
પવિત્ર ચૈત્ર માસમાં વર્ષોની પરંપરા અનુસાર પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા બહુચર માતાનો પગપાળા યાત્રા સંઘ ભક્તિસભર માહોલમાં પ્રસ્થાન પામી બહુચરાજી મોદી ભુવન ખાતે પહોચી બાધા માનતા સહિતના ધાર્મિક પ્રસંગો તેમજ આનંદ ના ગરબા અને રાસ ગરબાની રમઝટ બોલાવતા હોય છે.

ગતરોજ બહુચરાજી ખાતેના મોદી ભુવનમાં પાટણ શહેરના જાણીતા વિદ્વાન બ્રાહ્મણ સૌરભભાઈ અને તેમના કલાવૃંદ દ્વારા મા બહુચરના આનંદના ગરબાનું આયોજન કરવા માં આવ્યું હતું. પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજના પરિવારજનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માં બહુચર ના આનંદ ના ગરબા ની રમઝટ મચાવી આનંદ ના ગરબાને યાદગાર બનાવ્યો હતો.

તો આજે મોદી ભુવન ખાતે પંચમ ગ્રુપના સથવારે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હોય ચૈત્રી માસના પવિત્ર દિવસો માં મોઢ મોદી જ્ઞાતિ સમાજમાં ભક્તિ નો અનેરો માહોલ છવાયો છે. ચાલુ સાલે બહુચરાજી યાત્રા સંઘના સંઘવી તરીકે શ્રીરામ શેરી પરિવાર ના સભ્યોએ લાભ લીધો હોવાનું સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાના ખેડૂતોને એક વર્ષમાં ટ્રેક્ટર ખરીદવા રાજય સરકાર દ્વારા રૂ.4 .86 કરોડની સહાય અપાઈ..

પાટણ જિલ્લાના ખેડૂતોને એક વર્ષમાં ટ્રેક્ટર ખરીદવા રાજય સરકાર દ્વારા રૂ.4 .86 કરોડની સહાય અપાઈ.. ~ #369News