fbpx

પાટણ ના ગાયનેક ડો.વી.એમ.શાહ પરિવાર દ્રારા પોતાના માદરે વતનની બાલુવા પ્રા.શાળાને પંખા ઓની ભેટ ધરાઈ..

Date:

સાત સીલીંગ પંખા અને બે ટેબલ પંખા શાળા પરિવારને ભેટ મળતા શાળા પરિવારે ડો.વ્યોમેશ શાહ સહિત પરિવારનો આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા.7 પાટણ શહેરના જાણીતા ગાયનેક ડો.વ્યોમેશ એમ. શાહ દ્વારા પોતાના માદરે વતન એવા સરસ્વતી તાલુકાના બાલુવા ગામની પ્રાથમિક શાળાને સોમવારના રોજ સાત સીલીંગ પંખા અને બે ટેબલ પંખા ની ભેટ ધરવામાં આવતાં સમગ્ર શાળા પરિવારે ડો. વ્યોમેશ શાહ સહિત તેઓના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

પાટણ શહેરના જાણીતા ગાયનેક તબીબ ડો. વી. એમ. શાહ દ્રારા છેલ્લા 22 વષૅ થી પોતાના માધરે વતન બાલુવા પ્રાથમિક શાળા મા અભ્યાસ કરતા ધો.1 થી 8 ના વિધાર્થીઓને શૈક્ષણિક કીટની ભેટ અપૅણ કરવામાં આવે છે ત્યારે ચાલુ સાલે પણ ડો. વી.એમ.શાહ દ્વારા બાલુવા પ્રાથમિક શાળા ખાતે વિધાર્થીઓને શૈક્ષણિક કીટ અપૅણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે શાળાના ઓરડાઓ માં ઉનાળાના સમયમાં વિદ્યાર્થીઓને પંખા વગર ભોગવી પડતી હાલાકી બાબતે શાળાના આચાર્ય દ્વારા ડો.વી.એમ.શાહનું ધ્યાન દોરતા ડો. વી. એમ શાહે સોમવારના રોજ પોતાના માદરે વતનની શાળાને સાત સીલીંગ પંખા અને બે ટેબલ પંખા અપૅણ કરતા શાળા પરિવાર સહિત વિદ્યાર્થીઓએ ડો.વ્યોમેશ શાહની પોતાના વતન પ્રત્યેના પ્રેમ અને લાગણીને સરાહનીય લેખાવી આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ કોટૅની પાછળ આવેલ શ્રમજીવી ના ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયાં…

પાટણ તા. ૧૬પાટણ કોર્ટની પાછળ આવેલ શ્રમજીવી વિસ્તારના ખુલ્લા...

પાટણ મહિલા મંડળની મહિલાઓને આરોગ્યલક્ષી જાણકારી અપાઇ..

પાટણમાં દિવ્યાંગજનો માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.. પાટણ...

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અમલી બન્યું…

પાટણ તા. ૭હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં તા. 09/10/2023 થી...