પાટણ શહેરનાં સિધ્ધિ સરોવર ખાતે બિરાજતા મોઢ મોદી જ્ઞાતિ સમાજનાં આરાધ્યા બાલા બહુચર માતાનાં મંદિર ખાતે દર પૂનમનાં રોજ યોજાતી માતાજીની અસવારી ચૈત્રી પૂનમે પણ ભક્તિ સભર માહોલમાં ધામધુમથી નિકળી હતી.
મંદિર પરિસર માંથી માતાજીને પાલખીમાં બિરાજમાન કરીને તેની વાજતે ગાજતે યાત્રા મંદિર પરિસરમાં ફરી હતી.ચૈત્રી પૂનમ મોદી સમાજનાં ભાવિકો માટે ખાસ મહત્ત્વ ધરાવે છે. આજની આ અસવારીનાં યજમાન પદે રજનીકાંત જયંતિલાલ ઘીવાળા (સાક્ષી જ્વેલર્સ) પરિવારે લાભ લઈ ધન્યતા અનુભવી હતી.