google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ભારતીય જનતા પાર્ટીના સેવા એ જ સંકલ્પ ના મંત્રને ચરિતાર્થ કરવા પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો અગ્રેસર રહે: ગૌતમભાઈ ગેડિયા..

Date:

ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની બેઠક મળી..

આગામી તારીખ 14 એપ્રિલ થી તા.5 મે સુધી યોજનારા સેવા પ્રકલ્પોની માહિતી પ્રદાન કરાઈ…

પાટણ તા. 7
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા રાજકીય ગતિવિધિઓ તેજ બનાવવામાં આવી છે.

ત્યારે શુક્રવારના રોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા ની ખાસ ઉપસ્થિતિ વચ્ચે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના 14 વિભાગના પ્રમુખ,મંત્રી સહિતના સભ્યો સાથે આગામી 14 મી એપ્રિલ ના રોજ આયોજિત ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી પર્વની ઉજવણી ની સાથે સાથે તા. 5 મેં સુધી આયોજિત કરાયેલા વિવિધ સેવાકીય પ્રકલ્પો ની માહિતી પ્રદાન કરવામાં આવી હતી.

પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના 14 મંડળોની મળેલી આ બેઠકમાં ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો સેવા એ જ સંકલ્પનો નિર્ધાર પરિપૂર્ણ કરવા માટે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો કટિબદ્ધ બની આગામી તારીખ 14 મી એપ્રિલના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી પ્રસંગ ની સાથે સાથે તારીખ પાંચમી મેં સુધી વિવિધ સેવા પ્રકલ્પોને ચરિતાર્થ બનાવે જેમાં સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે, વડાપ્રધાન ના મન કી બાત ના કાર્યક્રમ થી લોકોને માહિતગાર કરવા, બુદ્ધ પૂર્ણિમાએ સમરસતાના વિવિધ કાર્યક્રમો આયોજિત કરવા, યુવા જોડો અભિયાન અંતર્ગત જિલ્લાના અનુસૂચિત જાતિના દરેક યુવાનોને આ અભિયાનમાં જોડી ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા તેઓએ આહવાન કર્યું હતું.

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલી પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની આ મહત્વની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશભાઈ જાકેસરા, પ્રદેશ મંત્રી ગંગારામભાઈ સોલંકી, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, પ્રદેશ કારોબારી સભ્ય મહેશભાઈ જાદવ, પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ વશરામ ભાઈ સોલંકી, મહામંત્રી કલ્પેશભાઈ ડોડીયા, પાટણ જિલ્લા મંત્રી મધુબેન સેનમા, વિનોદભાઈ કરેલીયા સહિત પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના 14 મંડળના પ્રમુખ, મંત્રી અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ મનીષ સોલંકી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ આટૅસ કોલેજ ખાતે સ્તન કેન્સર જાગૃતિ નિદાન અને સ્ક્રિનિંગ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 5 આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ અને સહયોગી સંસ્થા...

પાટણ જિલ્લામાં ભક્તિ સભર માહોલમાં ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ..

પાટણ જિલ્લામાં ભક્તિ સભર માહોલમાં ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ.. ~ #369News