પાટણ તા. 7
પાટણ ની સરકારી ઈજનેરી કોલેજ ના રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.)ના સ્વયંસેવકો દ્વારા સૈનિક કલ્યાણ ફંડ એકઠું કરી શહીદ સૈનિકોના પરિવારજનોને આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવે છે. વર્ષ 2015-16 થી સરકારી ઇજનેરી કોલેજ, પાટણ ના એન.એસ.એસ. યુનિટ દ્વારા આ મુહિમ શુરૂ કરાઈ હતી જેને અત્યાર સુધી ખૂબ સારો પ્રતિભાવ મળતો આવ્યો છે.સૈનિક કલ્યાણ ફંડ અંતર્ગત આ વર્ષે સ્વયંસેવકો દ્વારા રૂ. 51,151 નો ફાળો એકત્ર કરી ગુજરાત ટેકનોલોજી કલ યુનિવર્સિટી(જી.ટી.યુ.) ખાતે જમા કરાવ્યો હતો. આ રકમ દેશ ના સૈનિક ને અર્પણ કરતા દેશભક્ત હોવા તરીકે ની લાગણી વ્યક્ત કરી સૈનિકો ના પરિવાર જનોને સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. આ ફંડ ની રકમ સ્વયં સેવકો દ્વારા કોલેજ ના આચાર્ય,પ્રોફેસર , વિધાર્થીઓ પાસે થી તેમજ પાટણ શહેરની વિવિધ સોસાયટી અને બજાર વિસ્તાર માંથી એકત્ર કરવામાં આવી હતી.
પાટણ ઉપરાંત અન્ય શહેર જેમકે અમદાવાદ અને સુરતના અમુક વિસ્તારમાંથી પણ સ્વયં સેવકો દ્વારા આ ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો.આ માટે સંસ્થા ના આચાર્ય તેમજ એન.એસ.એસ. ના પ્રોગ્રામ ઓફિસર અને પ્રોફેસર ગણ નો ખુબ સારો સહકાર મળ્યો હતો.