fbpx

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન ની કામગીરી હાથ ધરાઈ…

Date:

પાટણ તા. ૩૧
ચાલુ સાલે ચોમાસાની ઋતુ વહેલી હોવાની આગાહીના પગલે પાટણ નગરપાલિકા દ્વારા પ્રીમોનસૂન ની કામગીરી હાથ ધરવા પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા નગરપાલિકાના પ્રી મોનસુનની ની કામ ગીરી કરવા વોડૅ ઇન્સ્પેક્ટરોને સુચિત કરાતા શુક્રવારે ધીવટા વોર્ડ વિસ્તારના વોડૅ ઇન્સ્પેક્ટર જીગર પ્રજાપતિ દ્વારા કર્મચારીઓને સાથે રાખી પ્રિ મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તેઓ દ્વારા શહેરના છીડીયા દરવાજા નજીક આવેલ રામપાર્ક સોસાયટીની પાછળની ગટરની સફાઈ કામગીરી સાથે શહેરના ચતુર્ભુજ બાગ પાછળની વરસાદી પાણીના નિકાલ માટે ની બનાવાયેલી ગટરની ગંદકી સહિત નો કાદવ કીચડ સાફ કરી ગટરને સ્વચ્છ બનાવવામાં આવી હતી. આ સાથે આ વિસ્તારમાં પડેલા ગંદકીના ઢગ પણ દૂર કરી વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો..

પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ક્રમશ શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યા સર્જાતી હોય તેના નિકાલ માટેની યોગ્ય કાર્યવાહી અને કામગીરી હાથ ધરાનાર હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતુ.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણનાં ઉબડ ખાબડ બનેલાં રોડ રસ્તા નું રૂ. 1.35 કરોડ નાં ખર્ચે પેચવર્ક નું કામ શરૂ કરાયું..

પાટણનાં ઉબડ ખાબડ બનેલાં રોડ રસ્તા નું રૂ. 1.35 કરોડ નાં ખર્ચે પેચવર્ક નું કામ શરૂ કરાયું.. ~ #369News

પાટણ રથયાત્રા નો રૂટ વધારવા જિલ્લા પોલીસ વડા સમક્ષ જગન્નાથ ટ્રસ્ટની માંગણી…

રાજકોટ, મોરબી, સુરત જેવી આકસ્મિક હોનારત ના સજૉઈ તેવા...