google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

હારીજ ના શ્રી શિવ સંગમ સંન્યાસ આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના આયોજન અંગે બેઠક મળી..

Date:

પાટણ તા. ૧૪
હારીજ તાલુકાના જુનામાંકા શ્રી શિવ સંગમ સંન્યાસ આશ્રમ ખાતે શ્રી મદ ભાગવત કથા ના અયોજન નિમિતે મીટીંગ યોજાઈ હતી. વઢિયાર વિસ્તારની પૂણ્ય ભજન ભૂમિ જુના માકા ગામે આવેલ શિવ સંગમ સન્યાસ આશ્રમ ખાતે બ્રહ્મલીન સંત શ્રી સ્વામિ કૌશલાનંદગીરીજી મહારાજ ની દિવ્ય ચેતનારૂપી આશિર્વાદથી સર્વજન હિતાય સર્વજન સુખાય સમસ્ત જૂના મોંકા ગ્રામજનોના સહયોગ થી પંચમુખી હનુમાનજી આદિપુર કચ્છ પુજ્ય બ્રહ્મચારીજી પ્રકાશાનંદ બાપુના અધ્યક્ષસ્થાને આગામી તારીખ 9/4/2024થી 15/4/2024 ચૈત્રસુદ એકમ થી નુમ સૂધી શ્રી મદ ભાગવત સપ્તાહ કથા વક્તા શ્રી શાસ્ત્રી વિપુલભાઈ છોટાપરવાળા હાલ સામખયારી ના સ્વમુખે કથા રસપાન કરાવશે. કથા ના સહયોગી શ્રી વિજયગીરીજી મહારાજ ગરનાળા, સીતારામ બાપૂ અંતરજળ, હંશાગીરીજી માતાજી મોરબી, જગદીશ ચેતન્ય મહારાજ મનોરમા ગૌધામ, રામ કંડારજી મહારાજ ના આશિર્વાદથી શ્રી મદ ભાગવત સપ્તાહ કથા ના ભવ્ય અયોજન નિમિતે ગત રોજ શિવ સંગમ સન્યાસ આશ્રમ અને ગોદડિયા પ્રાગદાસ બાપુ રામમઢી વાળાની તપોભૂમિ જુનામાકા ગામે ગ્રામજનો ભાવિકભક્તો દ્વારા શ્રી ભાગવત સપ્તાહ કથાના આગામી આયોજનના ભાગરૂપે મીટીંગ યોજાઈ હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના ઉઝા ત્રણ રસ્તા નજીક ખુલ્લી ભૂગર્ભ ગટર લાઈનમાં નંદી ખાબક્યા..

જીવદયા પ્રેમીઓને જાણ થતાં ધટના સ્થળે દોડી આવીને ક્રેનની...

પાટણની કે. કે. ગલ્સૅ હાઈસ્કૂલ ખાતે ‘એક નવો પ્રયાસ – વર્ગ પુસ્તકાલય’ નો પ્રારંભ કરાયો..

પાટણ તા. 3 પાટણ શહેરની એકમાત્ર શ્રીમતી કેસરબાઈ કિલાચંદ...