રોબીન આર્મીના યુવાનો દ્વારા આગામી 10 દિવસમાં 10 હજાર ગામડાઓમાં 1 કરોડ લોકોને ભોજન સાથે રાશન કીટ પહોચાડશે..
પાટણ માં છેલ્લા બે મહિનામાં 26 વખત ભૂખ્યાંજનોને ભોજન કરાવી ચુકયા છે આ સેવાભાવી યુવાનો..
પાટણ તા.14 દેશમાં અનેક એવા ગરીબ લોકો છે જેમની આર્થિક સ્થતિ એટલી નબળી હોય છે કે બે ટાઈમ તો શું પરંતુ એક ટાઈમનું ભોજન મળવું પણ નસીબમાં નથી હોતું અને આવા ભુખ્યા લોકો ને મદદ કરવા માંગતા દાતાઓ પણ સમયના અભાવ ને કારણે મદદ કરવા માંગતા હોવા છતાં પણ જરૂરિયાતમંદો ને પોતાના સમયના અભાવને કારણે જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચી શકતા નથી. ત્યારે આજના ભાગદોડ વાળા જીવનમાં ટુકડો ત્યાં પ્રભુ ઠુકડો ના મંત્રને ચિરતાથૅ કરવાની ભાવના સાથે કામ કરતી એવી સંસ્થાની વાત કરીએ કે જેના યુવાનો રોબિન આર્મી નામથી ઓળખાય છે. અને આં યુવાનો આવા ભુખ્યા લોકો સુધી પહોંચી તેમની ખાલી થાળી ભરવાનું કામ એટલે કે ભૂખ્યાને ભોજન અને જરૂરિયાત મંદોને જરૂરી રાસન કીટ આપી ભૂખ્યા જનોની જઠરાગ્નિ તૃપ્ત કરી રહ્યા છે.
આ NGO ની વાત કરીએ તો આ NGO ની શરૂઆત વષૅ 2014 મા નીલ ઘોસ નામના વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આજે આં NGO ઈંન્ટર નેશનલ લેવલે અને 12 દેશોમાં 257 શહેરની અંદર કામ કરી રહી છે. અને આં સંસ્થા જીરો ફન્ડ ધરાવતી સંસ્થા હોવાથી આં સંસ્થામાં કોઈ પણ દાતાઓ જોડે કેસ ડોનેશન લેવામાં આવતું નથી. સાથે સાથે આ સંસ્થા બિન રાજકીય છે
અને તેનો ઉદ્દેશય માત્ર ને માત્ર દેશના વિકાસ માટે જે જરૂરિયાત મંદ લોકો છે તેમને એજ્યુકેશન આપવું અને એમને જમવાનું પૂરું પાડવાનો છે. જયારે આં સંસ્થાના રોબિન આર્મીના યુવાનો કોઈ પણ જગ્યાએ કોઈ પ્રસંગ હોય,રેસ્ટોરન્ટ, ઘર કે અન્ય જગ્યા એ થી જે ભોજન મળે છે તે ભોજન એકત્રિત કરી જરૂરિયાત વાળા લોકો ને પુરૂ પાડે છે. પાટણ શહેરમાં આં સંસ્થા છેલ્લા 2 મહિનાથી આ પ્રમાણે જરૂરિયાત મંદ લોકોને ભોજન આપવાની સાથે અત્યાર સુધીમાં 26 વખત ભૂખ્યાઓને ભોજન કરાવી ચુકી છે.
હાલમાં આ સંસ્થા મિશન સ્વદેશ નામે 15 જુલાઈ થી 15 ઓગસ્ટ સુધી એક કેમ્પિયન ચલાવી રહી છે અને આવનાર સમયમાં આં સંસ્થાના રોબિન આર્મી દ્વારા 10 દિવસમાં 1હજાર ગામડા અને 1કરોડ લોકોને ભોજન કીટ આપવાનું લક્ષ્ય હોવાનું અને તમામ કીટો ફૂડની દાતાઓના સહયોગ થી અપાશે તેવું આ સંસ્થા સાથે સંકળાયેલા સેવાભાવી યુવાનો એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી