વિકાસ કામોની રજૂઆતો સરકાર સમક્ષ આવશે તે તમામ વિકાસ કામો સરકાર દ્વારા પરિપૂર્ણ કરાશે : મુખ્યમંત્રી..
પાટણ તા. 12
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કન્વેશન હોલ ખાતે બુધવારે બપોરે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં પાટણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠન સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીના કન્વેંશન હોલ ખાતે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવી પહોંચતાં તેઓનું ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ઉષ્માભર્યું સ્વાગત કરી આવકાર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ચુંટાયેલા સભ્યોની સાથે વન ટુ વન સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી સાથે સંગઠનના લોકો દ્વારા જિલ્લાના રોડ, રસ્તા, સિંચાઈના પાણી, બસ સ્ટેશન સહિતના વિકાસના કામોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો સિદ્ધપુરમાં સિંચાઈ ના પાણી અને માધુ પાવડીયામાં પાણી નાખવા મુખ્યમંત્રીને સૂચન કરવામાં આવ્યું હતું.
આ બાબતે હકારાત્મક જવાબ આપતા મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે સરકાર પાસે જે પણ વિકાસના કામોની રજૂઆતો આવશે તે તમામ વિકાસના કામ સરકાર દ્વારા પુરા કરવા માં આવશે.બેઠકમાં મુખ્યમંત્રી એ કાર્યકરો ને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા મન કી બાત થકી અપાતો સંદેશ જન જન સુધી પહોચાડી લોકો સરકારની યોજનાઓ થી લાભાન્વિત બને તેવો અનુરોધ કર્યો હતો. તેમણે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુઘી પહોચાડવા ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ, પાટણના સાંસદ ભરત સિહ ડાભી, ગુજરાત પ્રદેશ ભાજપના પુર્વ મહામંત્રી કે સી પટેલ, પાટણ ભાજપ જીલ્લા પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, મયંકભાઇ નાયક સહીત સંગઠનના અગ્રણી ઓ અને કાર્યકર્તા ઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.