પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા વાહન શાખા,ફાયર વિભાગ અને સ્વચ્છતા શાખાના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચનાઓ અપાઈ..
પાટણ તા. 26
હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 27-28 અને 29 એમ ત્રણ દિવસ ભારેથી અતિ ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી હોય જે આગાહીને ધ્યાનમાં રાખીને પાટણ નગર પાલિકા તંત્ર એ પણ વાહન શાખા, ફાયર શાખા અને સ્વચ્છતા શાખાને સ્ટેન્ડ બાય રહેવા આદેશ કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગની આગાહીના પગલે શુક્રવારના રોજ પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ દ્વારા નગરપાલિકાની વાહન શાખા, ફાયર વિભાગ તેમજ સ્વચ્છતા શાખા ના કર્મચારીઓની બેઠક બોલાવી ઉપરોક્ત ત્રણ દિવસ સ્ટેન્ડ બાય રહેવા સૂચનાઓ આપી દરેક કર્મચારીએ પોતાના મોબાઈલ ચાલુ રાખવા તેમજ તમામ પ્રકારની સાધન સામગ્રી પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રાખવા માટે સૂચના ઓ આપી હતી.સાથે સાથે આગામી ચોમાસા ની ઋતુને ધ્યાનમાં રાખીને પણ પ્રી-મોન્સૂનની કામગીરી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.