પાટણના જગદીશ મંદિર પરિસર ખાતે સ્થાપિત ભગવાન પરશુરામજી ની ભવ્ય રથયાત્રા નીકળશે..
પાટણ બ્રહ્મ સમાજ અને પરશુરામ રથયાત્રા સમિતિ દ્વારા જન્મ જયંતી પર્વને યાદગાર બનાવવા ચાલતી તડામાર તૈયારીઓ. .
પાટણ તા. 12
ધર્મની નગરી પાટણ શહેરમાં દરેક ધાર્મિક તહેવારોની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આગામી તારીખ 22 ની એપ્રિલના રોજ પાટણ ના જગન્નાથ મંદિર પરિસર ખાતે સ્થાપિત કરાયેલ શ્રી પરશુરામ ભગવાનની જન્મ જયંતી પર્વની પાટણ બ્રહ્મ સમાજ દ્વારા ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.તારીખ 22 મી ના રોજ શ્રી જગદીશ મંદિર પરીસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામ ભગવાન ની સવારે 9:00 કલાકે ભક્તિ સંગીતના શું મધુર સુરો અને જય જય પરશુરામ ના ગગનભેદી નાદ વચ્ચે ભવ્ય પરશુરામ રથયાત્રા જગદીશ મંદિર પરિસર ખાતેથી પ્રસ્થાન પામી શહેરના રાજમાર્ગો પર ફરી નિજ મંદિર ખાતે સંપન્ન બનશે.
પાટણ બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જન્મ જયંતી પર્વની ઉજવણીને યાદગાર બનાવવા ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા ના પ્રમુખ અને જગદીશ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિતના બ્રહ્મ સમાજ ના આગેવાનો, ભાઈઓ, બહેનો અને સેવાભાવી કાર્યકર્તા ઓ દ્વારા જગદીશ મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામ ભગવાનના મંદિર પરિસર ખાતે ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતીના પર્વની ઉજવણીને યાદગાર બનાવવા તડામાર તૈયારી ઓ હાથ ધરવામાં આવી છે ત્યારે પાટણમાં નીકળ નારી ભગવાન પરશુરામજી ની જન્મ જયંતી પર્વની ભવ્યાતી ભવ્ય રથયાત્રામાં પાટણની ધર્મ પ્રેમી જનતાને જોડાવા અને દર્શન નો લાભ લેવા પરશુરામ રથયાત્રા સમિતિ ના આયોજકો દ્વારા જણાવાયું છે.