fbpx

પાટણ શહેર સહિત જિલ્લા માં હઝરત ઈમામ હુસૈનની યાદમાં તાજિયા ઝુલુસ નિકળ્યું..

Date:

પાટણ, તા.૧૭
કરબલાના ધોમધખતા રણમાં માનવતાના મૂલ્યો
ની રક્ષા અને સત્ય ખાતર પોતાના કુટુંબ કબીલા સહિત ૭૨ જાનીસાર સાથીઓ સાથે શહાદત વ્હોરનાર શહીદે આઝમ હઝરત ઇમામ હુસેન (રદી.) અને કરબલાના શહીદોની યાદમાં પાટણ શહેર સહિત જિલ્લાના સિધપુર, ચાણસ્મા, વાગડોદ, મેસરા કાકોશી, હારીજ, સમી, રાધનપુર, વારાહી, સિધાડા અને સાતલપુરમા કોમી એકતા
અને એખલાસભર્યા વાતા વરણમાં તાજિયા શરીફ, દુલદુલ ધોડા અને પંજા મુબારકના જુલૂસ નીકળ્યા હતા.

સિદ્ધાણા અને માંજલપુરમાં અને મન્નત સહિતના ૩૫ થી વધુ દુલ દુલ ઘોડા સાથેનું જુલુસ હજારો અકીદત મંદોની હાજરીમાં તેના પરંપરાગત રૂટ ઉપર થી પ્રસ્થાન પામી ખાન સરોવર દરવાજા પાસે આવેલ ઇમામવાડા પાસે વિસર્જીત થયું હતું. તો જીલ્લામાં ૨૫૦ થી વધુ તાજીયાારીક,ધોડા,પંજા મુબારક સાથે નીકળ્યા હતા. શહાદતની રાત્રે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયા અને લડવા ખંડા ઝિયારત અર્થે જે તે વિસ્તારોમાં જુલુસ રૂપે શહાદતની રાત્રે ફર્યા હતા.

બાદમાં બુધવારે બપોરની નમાઝ બાદ બુકડી, પીંજારકોટ, વનાગવાડો, ટાંકવાડા, પાંચપાડા, ટાંકવાડા, ઇકબાલચોક, દોસ્તનો મહોલ્લો, મુલ્લાવાડ, રતનપોળ, કાલીબજાર, ગુલશનનગર, કુરેશીવાસ સહિતના વિવિધ વિસ્તારોમાંથી ૧૦ તાજિયા અને મન્નત સહિતના ૩૫થી વધુ દુલ દુલ ઘોડાખો યા હુશેન… યા હુશેન…ના નારાઓ સાથે નીકળ્યા હતા. જે શહેરના વિવિધ વિસ્તારોમાં થઈ કનસડા દરવાજા ખાતે આવી પહોંચ્યા હતા.

જુલુસમાં જોડાયેલા હજારો અકીદતમંદો અને વિવિધ અખાડીયનોએ હેરત અંગેત કરબતો દેખાડયા હતા. કનસડા દરવાજા ખાતે ગાયકવાડી શાસનનાં હુસેની ટ્રસ્ટ સંચાલિત સરકારી તાજીયાનું જીલ્લા વહીવટીતંત્ર, રાજકીય અને સામાજીક આગેવાનો દ્વારા સ્વાગત કરી શહીદે આઝમ હઝરત ઈમામ હુસેનને અકીદત પેશ કરી હતી. ત્યારબાદ આ ભવ્ય જુલુસ રતનપોળ, ત્રણ દરવાજા, દોશીવટ બજાર, લોટેશ્વર, રાજકાવાડા થઈ ખાનસરોવર દરવાજા ખાતે પહોંચ્યું હતું.

આ સમગ્ર તાજીયા જુલુસમાં વિવિધ વિસ્તારનાં ઇસ્લામીક કલાકોતરણીવાળા તાજીયાઓએ આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત ઇકબાલચોક અને કાજીવાડા સહિત વિવિધ મહોલ્લાઓના અખાડીયન યુવાનોએ તલવારબાજી, ખંજર, પટ્ટા, લાઠીદાવ સહિતના હેરતઅંગેજ કરતબો કર્યા હતા જેમાં નાના બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો હઝરત ઈમામ હુસેનની યાદમાં ડીજે ઉપર બજાવાતી મનકબતોએ વાતાવરણને હુસેની રંગમાં રંગી નાખ્યુ હતું.

આ ઉપરાંત મુસ્લિમ બિરાદરો દ્વારા થવો આસુરાની દુવા અને વિશેષ નમાઝ સાથે રોઝા રાખી કુર્આન શરીફનું પઠન કરી હઝરત ઇમામ હુસેનને અકીદત પેશ કરી હતી.

જુલુસ પસાર થવાના માર્ગ ઉપર ઠેર ઠેર સરબત, કોલ્ડ્રીંક્સ અને પાણીની સબીલો બનાવી ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૂલૂસ પસાર થતાં ઠેર ઠેર હિન્દુ શ્રધ્ધાળુઓ દ્વારા રસ્તા ઉપર પુષ્પો વેરવામાં આવ્યા હતા તો કેટલાક શ્રધ્ધાળુઓ દ્વારા સરબત પાણીનું વિતરણ કરતા અને કેટલાય હિન્દુ
ભાઈઓ જુલુસમાં સામેલ થતાં શ્રધ્ધાભેર કોમી એકતાના દર્શન થયા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

છેલ્લા ચૌદ વષૅથી છેતર પિંડી ના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી રાધનપુર પોલીસ..

પાટણ તા. ૧૮છેલ્લા ૧૪(ચૌદ) વર્ષથી રાધનપુર પો.સ્ટે. ના છેતર...

પાટણ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની તા.26 થી 28 સુધી ઉજવણી કરાશે..

પ્રવેશોત્સવની વર્ચુયલ બ્રીફિંગ મિટિંગમાં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા. પાટણ...