ઝાંસીઃ મોટા સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ ગેંગસ્ટર અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામ મુહમ્મદને યુપી પોલીસે માર્યા છે.
મળતી માહિતી મુજબ, STFએ ઝાંસીમાં એન્કાઉન્ટર કર્યું હતું. બંને પર 5 લાખ રૂપિયા નું ઈનામ હતું. પોલીસના જણાવ્યા અનુસાર તેમની પાસેથી વિદેશી હથિયારો પણ મળી આવ્યા છે.
24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા બાદ તે ફરાર હતો. એસટીએફ તેમને સતત શોધી રહી હતી અને ઝાંસીમાં તેમનું લોકેશન મળ્યા બાદ પોલીસે તેમની સાથે એન્કાઉન્ટર કર્યું હતું. ત્યારે એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા હતા