વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પાટણ નગર દ્વારા જાહેર આક્રોશ પ્રદર્શન અને પૂતળા દહન કાર્યક્રમ યોજાયો..
પાટણ તા. 4
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળને PFI જેવા હિન્દુ વિરોધી કટ્ટરવાદી સંસ્થા સાથે સરખાવવામાં આવ્યું છે. અને બજરંગ દળ ઉપર પ્રતિબંધ મુકવાની ઘોષણા કરવામાં આવી છે.જેને લઈને સમગ્ર ભારત ભરના વિહિપ અને બજરંગ દળ ના કાર્યકર્તાઓમાં કોંગ્રેસ પ્રત્યે ધૃણા ઉત્પન થવા પામી છે. અને ઠેર ઠેર કોંગ્રેસ પાર્ટીનો વિહિપ અને બજરંગ દળ ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે.
પાટણ વિહિપ અને બજરંગ દળ દ્વારા ગુરુવાર ની સાંજે શહેરના બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચાર કરી કોંગ્રેસની વિધર્મીઓ ના તુષ્ટિકરણ માટેની આવી હિન્દુ વિરોધી વાત બજરંગ દળ ક્યારેય નહીં ચલાવી લે આનો પૂરજોશ થી વિરોધ કરવામાં આવશે તેવી ચિમકી સાથે પાટણ વિહિપ બજરંગ દળ ના કાર્યકર્તાઓ દ્વારા બગવાડા દરવાજા નજીક કોંગ્રેસ પાર્ટીનું પૂતળા દહન કરી કોંગ્રેસ વિરોધી સૂત્રોચાર કરવા માં આવ્યા હતા.શહેરના બગવાડા દરવાજા ખાતે આયોજિત કરાયેલા વિહિપ અને બજરંગ દળ ના કાર્યક્રમમાં દરેકે દરેક વિહિપ અને બજરંગ દળ ના કાર્યકરે કેસરી પટ્ટો પહેરી કાર્યક્રમમાં જોડાયા હતા.