fbpx

મુંબઈ માં રેનો ડિસોઝા નાં હસ્તે હિન્દુસ્તાન રત્ન એવોર્ડ લેતાં પાટણ જિલ્લા નાં લિટલ સ્ટાર જયવિર કુબાવત…

Date:

પાટણ જિલ્લા નાં જયવીર કુબાવત એ 13 વર્ષની નાની વયે ગુજરાતી આલ્બમ,સરકારી એડ, ટીવી સીરિયલ,સાઉથ ફિલ્મ બાંદ્રા માં કર્યો અભિનય..

પાટણ તા. 29
પાટણ જિલ્લાનાં શંખેશ્વર તાલુકા નાં ઓરૂમાણા ગામનાં જયવિર કુબાવત ધોરણ 8 માં અભ્યાસ કરતા ફક્ત 13 વર્ષની નાની વયે રામાનંદી સાધુ સમાજ વઢિયાર સમાજ નું અને પંથક નું ગૌરવ વધાર્યું છે. કલાક્ષેત્રે કારકિર્દી કરતા જયવિર ને સમગ્ર સમાજ સહિત જિલ્લાના અને અનેક ગુજરાત નાં લોકોએ અભિનંદન સાથે શુભકામ નાઓ પાઠવી રહ્યા છે.

ફિલ્મ સ્ટાર રોહિત રોય કોમેડી શો નાં પ્રખ્યાત કલાકારો અને નામ ચિન્હ હિન્દી ફિલ્મ એકટરો ડિરેક્ટરો સહિત પ્રખ્યાત ગાયક ઉદીત નારાયણ,દુબઈ થી આવેલ ડો. બી.યુ.અબ્દુલ્લા કે જેઓની 70 થી વધારે કંપનીઓ દુબઈ માં છે તેઓએ આ કાર્યક્રમ એવોર્ડ માં ઊપસ્થિત રહ્યા હતા અને જયવીર કુબાવત ને ખુબ વ્હાલ કરતા નજરે ચડ્યા હતા.

ધ ક્લબ ઓફ મુંબઈ, મુંબઈ મા યોજાયેલ હીન્દુસ્તાન રત્ન એવોર્ડ કાર્યક્રમ માં ઉપસ્થિત પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણ, દુબઈ થી આવેલ બી.યુ.અબ્દુલ્લા, ગદ્દર-બોર્ડર-રાજા હીન્દુસ્તાની-દીલવાલે દુલ્હનીયા લે જાયેન્ગે જેવી અનેક ફિલ્મ ના એક્શન ડાયરેક્ટર ટીનુ વર્મા, મ્યુઝીક ડાયરેક્ટર ઈસ્માઈલ દરબાર, રીવા અરોરા, કોમેડીયન સુનિલ પાલ, પાર્થ કોટક તેમજ અનેક ફિલ્મી – ટીવી સીરીયલ કલાકારો ની હાજરી માં બેસ્ટ ડાન્સર તેમજ ફીલ્મ ડાયરેક્ટર રેમો ડીસોઝા ના હસ્તે જયવીર અશોકકુમાર કુબાવત પાટણ જિલ્લા નાં ઓરુમાણા ગામનાં જે હાલ અમદાવાદ રહેતા એક્ટીંગ ક્ષેત્રે ચાઈલ્ડ એક્ટર તરીકે “હીન્દુસ્તાન રત્ન એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો.

જયવિર કુબાવત ૬ વર્ષ ની નાની વયે થી ડાન્સ તેમજ એક્ટીંગ ની શરુઆત કરેલી જેમાં ગુજરાતી આલ્બમ પરણીને પારકા થઇ ગયા, મોગલ મચ્છરાળી, કેમ તને ભૂલું ભૂલાયે નહી, ગણેશજી ની આરતી, મસ્તી ની ટોળકી વગેરે તેમજ બીજેપી ની નરેન્દ્ર મોદી ની એડ “આ ગુજરાત મેં બનાવ્યું છે” તેમજ બીજી 5 થી વધારે સરકારી એડ માં કામ કરેલ છે જે ગુજરાત નાં પાટણ જિલ્લા નું અને રામાનંદી સાધુ સમાજ નું ગૌરવ બનતા જિલ્લા નાં અને સાધુ સમાજના અગ્રણીઓ દ્વારા જયવિર ને અભિનંદન પાઠવ્યા હતાં.

ગુજરાતી ટીવી સિરીયલ “જોડે રેજો રાજ” અને “તોફાની ત્રિપુટી “ માં પણ જયવિર કુબાવત એ કામ કરેલ છે તેમજ સાઉથ ફીલ્મ “બાંદ્રા” મા પણ અભિનય કરેલ છે જે રિલીજ થવાની બાકી છે.

આમ ઉતરોતર જયવીર કુબાવત એ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે જેને લઈને જયવિર ને મુંબઈ ખાતે યોજાયેલ એક્ટિંગ ક્ષેત્રે ચાઈલ્ડ એક્ટર તરીકે “હિન્દુસ્તાન રત્ન એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો વેલ ડન જયવિર કુબાવત વેલ ડન..

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં 141મી રથયાત્રા નિમિત્તે શામળિયાની શહેર પરિક્રમા માં લાખો ભક્તો જોડાયા.

પાટણ તા. 21પાટણ શહેરમાં અષાઢી બીજના પાવન પ્રસંગે ભગવાન...

પાટણ યુનિ. હોસ્ટેલના છાત્રો માટે વોશીંગમશીન અને પ્લાસ્ટીકના કચરા ના નિકાલ માટે એટીએમ મશીન ઉપલબ્ધ બનાવાશે

પાટણ યુનિ. હોસ્ટેલના છાત્રો માટે વોશીંગમશીન અને પ્લાસ્ટીકના કચરા ના નિકાલ માટે એટીએમ મશીન ઉપલબ્ધ બનાવાશે ~ #369News

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. ૪ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...