પાટણ તા. 13
રાધનપુર ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ ગુરૂવારે લીધી હતી.
પુરવઠા મંત્રીએ પોતાની મુલાકાત દરમિયાન સમગ્ર પ્લાન્ટની ફરજ પરના અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી હતી.
પુરવઠા મંત્રી ની મુલાકાત દરમિયાન તેઓની સાથે રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઈ ચૌધરી, સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ સગતાભાઈ ચૌધરી,બચુજી દિનેશજી,જેન્તીજી રામભાઈ આહીર, ભોજાભાઈ આહીર, સુરેશભાઈ વકિલ, ભાવાજી વાસ્મો ના અધિકારી,પાણી પૂરવઠા ના અધિકારી કેતનભાઈ ચૌધરી સહિત અધિકારીઓમા રાધનપુર મામલતદાર, રાધનપુર પ્રાંત અધિકારી જોડાયા હતાં.
રાધનપુર પાણી પુરવઠા વિભાગ દ્રારા રૂ.127 કરોડના ખર્ચે બનેલા ફિલ્ટર પ્લાન્ટ દ્વારા પાણીને ફિલ્ટર કરીને રાધનપુર અને સાંતલપુર તાલુકાઓ ઉપરાંત રાધનપુર શહેરને પણ પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવનાર હોવાનું પાણી પુરવઠા વિભાગ ના સુત્રો એ જણાવ્યું હતું.