શાળાના બે વિદ્યાર્થીઓનું મેરીટમાં સિલેકશન થતાં સંચાલક મંડળ અને શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી..
પાટણ તા. 13
ભારત સરકારના શિક્ષા મંત્રાલય ના આદેશાનુસાર ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વાર “ (NMMS) નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા -૨૦૨૨-૨૩ “ નું આયોજન કરવામાં આવેલ હતું.
પાટણ ખાતે યોજાયેલ “ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા – ૨૦૨૨-૨૩” માં પાટણ ની શેઠ એમ. એન. પ્રાથમિક શાળાના બે વિધાર્થીઓએ આ પરીક્ષામાં પાસ થઇ રાજ્યકક્ષાના મેરીટમાં સ્થાન મેળવી શાળા તેમજ પાટણ પંથક નું ગૌરવ વધારેલ છે.
મેરીટમાં પસંદ થયેલ વિધાર્થી પટેલ કર્મ દિનેશભાઈ અને કુરેશી મુઝમ્મીલ મોહમદ નદીમને દર મહીને -૧૦૦૦ /- રકમ એમ ૪ વર્ષ સુધીમાં કુલ ૪૮,૦૦૦ /- વધુ અભ્યાસ કરવા માટે પુરસ્કાર રૂપે રકમ મળશે.
આ શુભ સન્માન પ્રસંગે ઉ.ગુ.યુ. મંડળના પ્રમુખ ડૉ. જે. કે. પટેલ, મંત્રી મનસુખભાઈ પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, સહમંત્રી અશોકભાઈ પટેલ,ખજાનચી મહેન્દ્રભાઈ વી.પટેલ,વહીવટી દિનેશભાઈ પટેલ, શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ તથા શાળાના સર્વ ગુરુજનોએ હાજર રહીને બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.