ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખાના સૌજન્ય થી તૈયાર કરાયેલી પાણીની પરબ નું લોકાપર્ણ કરવામાં આવ્યું.
પાટણ તા. 14
પાટણ પંથકના વાગડોદ ગામના મૂળ રહીશ અને પાટણ ની આયુષ ટાઉનશીપમાં રહેતા અને ઇલેક્ટ્રોનિક નું કામ કરતા સેવાભાવી પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર રહેતા પરેશભાઈ પટેલે તાજેતર માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પોતાના પુત્ર સ્વ.જૈનીલ ની યાદમાં અને તેના આત્માની શાંતિ અર્થે શહેરના રોટલીયા હનુમાન મંદિર નજીકના માર્ગ પર ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખાના સૌજન્યથી ઉનાળાની બળબળતી ગરમીમાં માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ બની રહે તેવા શુભ આશયથી પરબનું નિર્માણ કરી ડો.બાબા સાહેબ આંબેડકરજી ની જન્મ જયંતિના પવિત્ર દિવસે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરેશભાઈ પટેલ દ્વારા પોતાના સ્વગૅવાસ થયેલા પુત્ર ની યાદમાં નિમૉણ કરાયેલ પાણી ની પરબના લોકાર્પણ પ્રસંગે ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખાના સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરેશભાઈ પટેલ ના આ સેવાકીય કાયૅ ને સરાહનીય લેખાવ્યુ હતું.