fbpx

ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી ના ઉપલક્ષ્યમા અનુ સુચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાન નો પ્રારંભ કરાયો…

Date:

પેજ સમિતિના પ્રણેતા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ની વર્ચૂ અલી ઉપસ્થિતિમાં પ્રારંભ..

યુવા જોડો અભિયાન માટે “8980 014 014” નંબર જાહેર કરવામાં આવ્યો…

પાટણ તા. 14
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 14 મી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના જન્મ જયંતીના ઉપલક્ષ્ય મા યુવા જોડો અભિયાન નો શુભારંભ પેજ સમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ની વર્ચૂ અલી ઉપસ્થિતિ મા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ લાલસિંહ આર્યાજી,મોરચના પ્રદેશ પ્રમુખ ગૌતમભાઇ ગેડિયા, મોરચા ના રાષ્ટ્રીય મહામંત્રી શંભુનાથજી ટુડિયા,રાજય મંત્રી ભાનુ બેન બાબરીયાની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે યુવા જોડો અભિયાન માટે 8980 014 014 નંબર જાહેર કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મોરચાના પ્રમુખ ગૌતમ ભાઇ ગેડિયાજી એ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાયૉ હતાં.આ કાર્યક્રમમાં પેજ સમિતિ ના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે 14મી એપ્રિલના દિવસે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વરા યુવા જોડો અભિયાન ની શુરૂઆત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ થકી સવા લાખ યુવાનોને જોડવા માટેનો સંકલ્પ ભાજપના કાર્યકરોએ કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને આજે વડા પ્રધાન બન્યા પછી પણ અનુસૂચિત જાતિ સમાજના બાળકોને મદદ મળે તે માટે અનેક યોજનાઓ સમર્પિત કરી છે. અને ગુજરાત સરકારે પણ અનેક નિર્ણયો અને યોજના દ્વારા અનુસૂચિત જાતિ સમાજના દરેક વ્યકિતને લાભ આપવાનો પ્રયત્ન કર્યો છે. તેની સાથે સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીએ સમાજના આગેવાનોને મળીને સમાજ ની સમસ્યાઓ જાણીને તેની ચર્ચા કેન્દ્ર અને રાજય સ્તરે કરી છે જેના સારા પરિણામ આપણને મળ્યા છે.

11 જેટલી અનુસૂચિત જાતિની રિઝર્વ સિટમાં 10 જેટલી બેઠકો જીતી શક્યા છીએ તે દર્શાવે છે કે ગુજરાતમાં અનુસૂચિત જાતિ મોરચાના તમામ મતદાર ભાઇ-બહેનો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની સરકાર અને રાજયમાં ભુપેન્દ્રભાઇ પટેલની સરકારમાં સંતુષ્ટ છે. અનુસૂચિત જાતિ સમાજ ઘણા વિશ્વાસ સાથે ભાજપ સાથે જોડાયેલો છે.પાટીલે વધુમાં જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ડો.બાબા સાહેબ આબેડકરજીના વ્યક્તિત્વને વધુ ઉગારવાનું અને યુવાનો તેમના જીવનથી પ્રેરણા લે તે માટે સફળ પ્રયાસ કર્યા છે.

ડો.બાબા સાહેબ આંબેડકરજીને ચૂંટણીમાં હરાવનાર કોણ હતા,રાજકારણમાં દુર કરવા નો પ્રયત્ન કોણે કર્યો તે પણ હવે સમાજ હવે સારી રીતે જાણે છે અને તેમના મૃત્યુ પછી પણ તેમનુ વ્યકિતત્વ જનતા સમક્ષ ન આવે તે માટે જગ્યા કે ફંડ કોંગ્રેસ દ્વારા ફાળવવામા નથી આવ્યું તે પણ આજે સમાજના લોકો જાણે છે. ડો.બાબા સાહેબ આંબેડકરજીના માર્ગદર્શનમાં આજે સમાજ ચાલી રહ્યો છે તેથી સમાજ આજે પ્રગતીના પંથે છે.ડો.બાબા સાહેબ આંબેડકરજી એ શિક્ષણ પર ખૂબ ભાર મુક્યો હતો અને આજે સમાજના યુવાનો શિક્ષણ મેળવી દેશ અને રાજયના વિકાસમાં સિંહ ફાળો આપી રહ્યા છે.

યુવા જોડો અભિયાન સફળ થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો.આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે ભારત રત્ન અને ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરજી ને કોટી કોટી વંદન. બાબા સાહેબ આંબેડકરજીએ દેશને એક બનો, શિક્ષિત બનો,સંગઠીત બનવાનો મંત્ર આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ સૌનો સાથ,સૌનો વિશ્વાસ,સૌનો પ્રયાસ ના મંત્રથી એક ભારત,શ્રેષ્ઠ ભારતના સંર્વાગી વિકાસનો સંકલ્પ કર્યો છે આ સંકલ્પ સાકાર કરવા યુવાનો મજબૂત પાયો છે. ભારત દેશના યુવાનોને સાચિ દિશા મળે તો ઘારેલુ કામ કરવાની ક્ષમતા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેન્દ્રની દરેક યોજનાને છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સુચન કર્યુ છે.

અંતમાં યુવા જોડો અભિયાન સફળ બને તેવી કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી.આ કાર્યક્રમમાં મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ લાલસિંહ આર્યાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના સ્વપ્નોને પુરો કરવા આજે યુવા જોડો અભિયાનનો પ્રારંભ થયો છે. આપણે એ ભારતના નાગરીક છીએ કે જ્યા ડો.બાબા સાહેબ આંબેડકરજી જેવા વ્યક્તિઓએ જન્મ લીધો છે.

આ દેશમાં દલિત, આદિવાસી યુવાનોને ભ્રમિત કરવા ઘણા ષડયંત્રો ચાલી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરજી એ સામાજીક અન્યાય સામે સંઘર્ષ કર્યો છે તેનાથી પ્રેરણા લેવી જોઇએ.આજે કેટલાક રાજકીય પક્ષો અને સંગઠનોએ બાબા સાહેબની તસ્વીર લઇને ભડકાવવાનું અને ગાળો આપવાનું કામ કરે છે તેને બાબાસાહેબ આબંડકરજીએ ભારતના સંવિધાનમાં ગુન્હો ગણાવ્યો છે. બાબા સાહેબે દેશની એકતા અને અંખડતા અને આર્થિક રિતે બરાબરી લાવવા ઘણો સંઘર્ષ કર્યો છે.

લાલસિંહજીએ વધુમાં જણાવ્યું કે, દેશ આઝાદ થયો તેને 75 વર્ષ થયા આ વર્ષોમાં ઘણા વર્ષો સુઘી કોંગ્રેસે દેશમાં રાજ કર્યુ પરંતુ બાબા સાહેબના આદર્શો પર કામ નથી કર્યુ. આઝાદી પછી અનુસુચિત જાતિ મોરચાના પહેલી વખત 12 મંત્રીઓ બન્યા છે આ કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમાજના લોકો માટે અનેક યોજનાઓ લાવી વિરોધી રાજકીય પાર્ટીઓનું બોલવાનું બંધ કરવી દીધું છે.

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ડો.બાબા સાહેબ આંબેડકરજીના માર્ગ પર ચાલીને ગરિબોનુ કલ્યાણ કરી રહ્યા છે તો તે ગરીબ આજે નરેન્દ્ર મોદીનો વિશ્વાસુ બન્યા છે અને આજે ભાજપ સાથે જોડાયેલો છે. કોંગ્રેસે સંવિધાનને નબળુ કર્યુ હતુ તે ને ભાજપે એક દેશ એક સંવિધાન બનાવીને મજબૂત કર્યો છે. કોંગ્રેસે બાબા સાહેબે આંબેડકરના સંવિઘાનનું અપમાન કર્યુ હતું અને આજે દેશના નાગરિકોએ સંવિધાનની રક્ષા માટે કોંગ્રેસને સત્તા થી દુર કરી છે.

ગૌતમભાઇ ગેડિયાજીએ જણાવ્યું હતું, કે, આજે 14 એપ્રિલ બંઘારણના ઘડવૈયા તેમજ ભારત રત્નશ્રી ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજંયતીએ દંડવત પ્રણામ કરુ છું. ભારતીય જનતા પાર્ટી ખાલી રાજનીતીનો વિષય નથી પરંતુ ભાજપ એ અંખડ ભારતનું અભિયાન છે.આખા દેશમાંથી ગુજરાત રાજયએ સંકલ્પ કર્યો છે કે, ડો.બાબા સાહેબ આબેડકરજીને તેમની જન્યજંયતીએ 14 એપ્રિલથી 5 મે સુધી યુવા જોડો અભિયાન કરી સવા લાખથી વધુ યુવાનોને જોડી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો પ્રયાસ કરવામાં આવનાર છે.

આ સમયગાળામાં પંચરત્ન યોજનાને જનતા વચ્ચે લઇ જવામાં આવશે જેમાં આયુષ્યમાન ભારત,અકસ્માત વિમા યોજના,સુકન્યા સમૃદ્ધી,પ્રધાનમંત્રી વિમા સુરક્ષા ,ઇ શ્રમિક કાર્ડ યોજનાને લઇ અનુસૂચિત સમાજનો એક પણ પરિવાર આ યોજનાથી વંચિત ન રહે તેવુ અભિયાન ચલાવવામાં આવનાર છે.ભાજપની સરકાર સંવેદના સાથે કામ કરી છે. કેન્દ્ર અને રાજય સરકારની દરેક યોજનાને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ એલસીબી ટીમે ત્રણેક માસ પહેલા હિંમતનગર આંગડીયા લુંટને અંજામ આપનાર આરોપીને મુદામાલ સાથે દબોચ્યો.

લુંટમાં ગયેલ ચાંદીના દાગીના સાથે ઝડપાયેલ આરોપીને હિમતનગર પોલીસ...

પાટણમાં વીર માયાદેવની ભક્તિ સભર માહોલ મા પરંપરાગત પાલખી યાત્રા નિકળી..

ઓટલા પરિષદ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું.. પાટણ તા. 28ઐતિહાસિક...