google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ ખાતે મલ્ટી નેશનલ કંપની દ્વારા પ્રોડકશન ટ્રેનીગ ની જગ્યા માટે ઈન્ટરવ્યુ યોજાયા..

Date:

130 વિધાર્થીઓ પૈકી 65 વિધાર્થીઓએ ઈન્ટરવ્યુ આપ્યા જેમાંથી 20 વિધાર્થીઓ પસંદગી પામ્યાં..

પાટણ તા. 15
હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટ મળી રહે તે હેતુથી યુનિવર્સિટીના રસાયશાસ્ત્ર વિભાગ ખાતે મલ્ટી નેશનલ કંપની ઝાયડ્સ લાઈફ સાયન્સ લિમિટેડ દ્વારા પ્રોડકશન ટ્રેનીગ ની જગ્યાઓ માટે ઈન્ટરવ્યું યોજાયા હતાં જેમાં 130 જેટલા કેમેસ્ટ્રી, લાઈફસાયન્સ અને બાયોટેક વિભાગ ના વિદ્યાર્થીઓએ પોતાના બાયોડેટા સબમિટ કયૉ હતા. ઇન્ટરવ્યૂ દરમિયાન સ્થળ પર 65 થી વધારે ઉમેદવારો હાજર રહ્યા હતા.

સૌ પ્રથમ આશીત શુક્લા (HR Manager Zydus Pharmaceutical) દ્વારા કંપની, જોબ,સેલેરી અને મળવાપાત્ર સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં તબક્કા વાર પ્રથમ ઓનલાઈન ટેસ્ટ ત્યાર બાદ ઓફલાઈન ટેસ્ટ અને અંતમાં પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. જેમાં 20 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા.યુનિવર્સિટી કેમ્પસમાં જ પ્લેસમેન્ટ મળી રહે અને વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરે તે માટે થઈ કા. કુલપતિ ડો.રોહિત.એન.દેસાઈ, રસાયણ શાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ના પ્રયત્નો થકી કેમ્પસ પ્લેસમેન્ટ શક્ય બન્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાયન્સ સેન્ટર ખાતે પ્રકાશ વિજ્ઞાન અને પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો…

પાટણ તા. ૯ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

સંખારી ગામની પાણી ની સમસ્યાને દુર કરવા તાલુકા વિકાસ અધિકારી એ રૂબરૂ મુલાકાત કરી..

સંખારી ગામની પાણી ની સમસ્યાને દુર કરવા તાલુકા વિકાસ અધિકારી એ રૂબરૂ મુલાકાત કરી.. ~ #369News

ઉનાળાની ગરમી ને ધ્યાનમાં રાખીને નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ થી એક માસ સુધી શાળા નો સમય સવાર નો રહશે : જિલ્લા શિક્ષણા અધિકારી.

ઉનાળાની ગરમી ને ધ્યાનમાં રાખીને નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ થી એક માસ સુધી શાળા નો સમય સવાર નો રહશે : જિલ્લા શિક્ષણા અધિકારી. ~ #369News