બાલવાટીના ભૂલકાઓએ જનરલ નોલેજ ના પુછાયેલા એક પછી એક પ્રશ્નોના કડકડાટ જવાબ આપી બીરબલ નો ખિતાબ જીત્યો..
પાટણ તા.15
પાયા ના શિક્ષણ ની સાથે સાથે બાળકોને બાહ્ય જ્ઞાનથી માહિતગાર કરતી શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ જલારામ મંદિર નજીકની ઉડાન વિદ્યાલય ની બાલવાટિકા દ્વારા બાળકોમાં જનરલ નોલેજ નો વિકાસ થાય તેવા હેતુસર કૌન બનેગા બિરબલ સ્પધૉ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં બાળકોએ પ્રશ્નોત્તરીમાં ઉત્સાહભેર ભાગ લઈ જનરલ નોલેજ ના પુછાયેલા એક પછી એક પ્રશ્નના કડકડાટ જવાબ આપી સાચા અર્થમાં કૌન બનેગા બીરબલ કોમ્પિટિશનને યાદગાર બનાવી હતી.
આ સ્પર્ધામાં ભાગ લઈ બીરબલનું બિરુદ મેળવનાર બાળકને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો ભાગ લેનારા અન્ય સ્પર્ધક વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ઉડાન વિદ્યાલયની બાલવાટિકા દ્વારા આયોજિત કરાયેલા જનરલ નોલેજના કૌન બનેગા બીરબલ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.