તા.12 જુન થી તા.14 જુન સુધી શાળા પ્રવેશોત્સવ ના કાર્યક્રમ યોજાશે..
પાટણ તા.30
પાટણ જિલ્લાની માધ્યમિક શાળામાં 6 જૂન થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થનાર છે ત્યારે ગરમીને ધ્યાનમાં રાખીને શાળાનો સમય સવાર નો રહશે અને તા. 12 થી 14 જૂન માં માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાશે તેવું શિક્ષણ વિભાગ ના સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
આ બાબતે શિક્ષણ વિભાગ તરફથી મળતી હકીકત મુજબ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઉનાળુ વેકેશન બાદ આગામી તા. 6 જૂન થી પાટણ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.ત્યારે જિલ્લા ની 250 શાળાઓમાં ધો 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઉનાળા ની ગરીબ ને ધ્યાનમાં રાખીને શાળાનો સમય સવારે 7:30 થી 12:30 નો તા. 30 જૂન સુધી રહશે.જ્યારે તા. 12 થી 14 જૂન ગ્રામ્ય અને શહેર ની માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવા માટેનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
નવા શૈક્ષણિક સત્રથી એટલે કે તા. 6 જૂન થી પાટણ જિલ્લામાં 250 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓનો શાળા નો સમય સવારે 7:30 થી 12:30 સુધી રાખવામાં આવ્યો છે.જયારે પાટણ જિલ્લા માં 12જૂન થી 14 જૂન એમ ત્રણ દિવસ માટે ગ્રામ્ય અને શહેર માં ધો 8નો પ્રવેસ ઉત્સવ ઉજવામાં આવશે.જેમાં નવા સત્ર થી ધો 9 માં 11984 વિદ્યાર્થીઓ અને 10574 વિદ્યાર્થીનીઓ મળી કુલ 22558 વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજવામાં આવનાર હોવાનું પાટણ જિલ્લા શિક્ષણા અધિકારી એ.એન.ચૌધરીએ જણાવ્યું હતું.