fbpx

યજમાન પરિવાર દ્વારા પોતાના નિવાસ્થાને ભગવાન જગન્નાથજી નું ભવ્યાતિભવ્ય મામેરુ પાથરવામાં આવ્યું..

Date:

ભગવાન જગન્નાથજીના મામેરા ને લોક દર્શનાર્થે આવતીકાલે સવારથી સાંજ સુધી ખુલ્લુ મુકવામાં આવશે..

ભક્તિ સંગીતના સૂરો વચ્ચે સોમવારે સાંજે મામેરુ યજમાન પરિવારના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન પામી મંદિર પરિસર ખાતે લવાશે.

મામેરાના યજમાન પરિવારે ભગવાન જગન્નાથ સન્મુખ વિશ્વ કલ્યાણ ની કામના અર્થે પ્રાર્થના કરાઈ..

પાટણ તા. 18
ઐતિહાસિક નગરી પાટણ શહેરમાંથી તારીખ 20મી જૂનના રોજ અષાઢી બીજ ના પવિત્ર દિવસે નિકળનારી ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રાને લઈને જગન્નાથ ભક્તોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ચાલુ સાલે ભગવાનના મામેરાનો લાભ લેનાર યજમાન પરિવાર દ્વારા પણ ભગવાનનું ભવ્યાતી ભવ્ય મામેરું ભરવામાં આવનાર છે.

રવિવાર ના રોજ ભગવાન ના મામેરાના યજમાન ભૂમિબેન મયંકભાઈ પરિવાર દ્રારા પોતાના ભગવતી નગર ખાતે ના નિવાસ સ્થાને ભગવાન નું મામેરૂ લોક દર્શનાર્થે પાથરવામાં આવ્યું છે.

મામેરાના યજમાન ભૂમિબેન મયંકભાઈ

ભગવાન જગન્નાથજીના મામેરામાં યજમાન પરિવાર દ્વારા ભગવાનના પાંચ જોડી વસ્ત્રો, પાંચ અલંકૃત મુગટ તથા આભૂષણો, ભગવાનના ત્રણ ચાંદી મઢીત છત્રો, એક કિલો ચાંદી, સોના ચાંદીના દાગીના, ચાંદીનો તુલસી ક્યારો, ચાંદીની ગાય,ચાંદીની થાળી, વાટકો,ગ્લાસ, ચમચી સહિતનો સંપૂર્ણ સેટ તેમજ રોકડ રકમ રૂપિયા 1.75 લાખ સાથે નું મામેરૂ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે પાથરવામાં આવ્યું છે.

જે મામેરૂ લોક દર્શનાર્થે માટે સોમવારે સવારથી સાજ સુધી ખુલ્લું મુકવામાં આવશે. અને સાંજે યજમાન પરિવારના નિવાસ્થાનેથી ભક્તિ સંગીતના સૂરો વચ્ચે ભગવાન જગન્નાથજીનું મામેરુ નિજ મંદિર ખાતે લાવવામાં આવશે જ્યાં મામેરાનું અને યજમાન પરિવારનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવશે.

ભગવાન જગન્નાથજી ની 141 મી રથયાત્રા માં મામેરાના યજમાન તરીકેનો લાભ લેનાર ભૂમિબેન મયંકભાઇ એ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચાલુ સાલે ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી અને જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ના સહયોગથી આ રૂડું મામેરુ ભરવાનો લ્હાવો મળ્યો છે ત્યારે પરિવારમાં અનેરો આનંદ અને ઉત્સાહ છવાયો છે

ભગવાન જગન્નાથજી તમામ ભક્તોને મનોકામના પરિપૂર્ણ કરે અને કુદરતી આપત્તિ રૂપે આવેલા વાવાઝોડામાં સૌનું રક્ષણ થાય તેવી તેઓના પરિવારજનો દ્વારા ભગવાન જગન્નાથ સન્મુખ પ્રાર્થના કરાઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત પંથકમાં સતત ચોથા દિવસે પણ મેઘો મન ભરીને વરસ્યો…

શહેરના રેલવે ગરનાળા સહિત નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર.. પદ્મનાભ મંદિર માગૅ...

પાટણ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા જરૂરિયાત મંદ વિદ્યાર્થીને સાયકલ ભેટ અપાઈ..

પાટણ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા જરૂરિયાત મંદ વિદ્યાર્થીને સાયકલ ભેટ અપાઈ.. ~#369News

હંસાબા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચારૂપ માં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો…

પાટણ તા. ૧હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન શ્રી...