મંત્રી બલવંતસિંહ રાજપુતના વરદ હસ્તે સિદ્ધપુરમાં ભોજન કેન્દ્રોનો શુભારંભ કરાયો.
રાજ્યમાં શ્રમિકો શુદ્ધ અને પૌષ્ટિક આહાર મેળવી શકે તે માટે રાજય સરકારે દ્રઢ સંકલ્પ કર્યો છે: મંત્રી રાજપૂત..
પાટણ તા. 8
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે પાટણ જિલ્લામાં શનિવારે એકસાથે વધુ ચાર કડિયાનાકા સિદ્ધપુર, રાધનપુર, હારીજ, ચાણસ્મા પર ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સિદ્ધપુરમાં મંત્રી બલવંતસિહ ના વરદ્ હસ્તે શ્રમિકો માટે ભોજન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર રૂ. ૫/-ના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે.
જિલ્લાનાં સિદ્ધપુર મુકામે દેથલી ચાર રસ્તા, ઈસ્કોન પ્લાઝા , હાઈવે રાધનપુર ચોકડી-રાધનપુર, સરદાર ચોક-હારીજ, ચાણસ્મા સરદાર ચોક-ચાણસ્મા ખાતે ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જિલ્લાનાં ચાર કડિયાનાકા પર જે ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે તે અંતર્ગત ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળ આપવામાં આવશે. સપ્તાહમાં એકવાર સુખડી જેવા મિષ્ટાનનો પણ સમાવેશ કરવામાં આવશે. મંત્રીની ઉપસ્થિતીમાં બહોળી સંખ્યામાં શ્રમિકોએ ભોજન ગ્રહણ કર્યું હતુ.
ઉદ્ઘાટન સમારોહ માં ઉપસ્થિત મંત્રી બળવંત સિંહ રાજપૂતે શ્રમિકો ને સંબોધન કરતાં જણાવ્યું હતુ કે, આજ નો દિવસ આપણાં સૌ માટે આનંદ નો દિવસ છે. આજે ગુજરાત વિકાસ ની હરણફાળ ભરી રહયું છે. આ વિકાસમાં સહભાગી એવાં આપણાં શ્રમિક ભાઈ-બહેનો માટે સરકાર હરહંમેશ પ્રયત્ન શીલ રહી છે.
આજે આ ભાઈ બહેનોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે માટે જિલ્લામાં એકસાથે ચાર જગ્યાએ ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવા માં આવ્યો છે. ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત અત્યાર સુધી 1.26 કરોડ કરતાં વધારે ભોજનો નું વિતરણ કરવા માં આવેલ છે.
હાલમાં કુલ 119થી વધું જગ્યાઓએ આ યોજના અંતર્ગત પોષણક્ષમ ભોજન આપવા મા આવી રહ્યું છે. ભોજન કેન્દ્રો પર ધન્વંતરી રથ મારફતે શ્રમિકોને આરોગ્યની સુવિધાઓ પણ નિઃશુલ્ક રીતે પુરી પાડવામાં આવશે. તેમજ જે શ્રમિકો જે-તે સ્થળ પર કામ કરી રહ્યાં હશે તે સ્થળો પર પણ ભોજન પહોંચાડવા ની વ્યવસ્થા કરવામાં આવશે.
શ્રમિકો માટે ભોજન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે માન.મંત્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતિબેન મકવાણા, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કૃપાબેન, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદિપ સિંહ રાઠોડ, શ્રમ અધિકારી મનસ્વી બેન કથિરીયા, તેમજ આગેવા નો અને ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડનો સ્ટાફ અને બહોળી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.